- નર્મદા નદીમાં વધતા જતા પ્રદૂષણને લઇને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી
- અમરકંટકથી સ્થાનિક ઉદ્યોગો પ્રદૂષિત પાણી છોડતા હોવાની કોર્ટમાં રજુઆત
- ખંડપીઠે કેસ ગ્રીન ટ્રિબ્યુનલ પશ્ચિમ બેચને સોંપ્યો
અમદાવાદ: પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છે તે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદા (Narmada Gujarat) નદીમાં પણ અમરકંટકથી આવતી નર્મદા (Narmada Amarkantak Madhya Pradesh)નું પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. આજે નર્મદા નદીમાં વધતા જતા પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ચિંતા વ્યક્ત કરી હતી.
ગુજરાતની નર્મદામાં ઠલવાય છે અમરકંટકથી આવતી નર્મદાનું દુષિત પાણી
મધ્યપ્રદેશના અમરકંટક (Amarkantak Madhya Pradesh)માંથી આવતી નદીનું પાણી દુષિત છે અને તે ગુજરાતની નદીમાં ઠલવાય છે. આ મુદ્દે આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર પ્રશાસનની નહીં, પરંતુ લોકોએ પણ તેની જવાબદારી સમજવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં અરજદારે કહ્યું હતું કે, નર્મદા નદીમાં મધ્ય પ્રદેશના અમરકંટકથી સ્થાનિક ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ગુજરાતમાં પ્રવેશતા ગુજરાતની નર્મદા નદી પણ દૂષિત થઇ રહી છે તેવી રજૂઆત કરી હતી.
ધાર્મિક પૂજા વિધિથી પણ પ્રદૂષિત થઈ રહી છે નર્મદા
આ કેસને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે ગ્રીન ટ્રિબ્યુનલ પશ્ચિમ બેચને સોંપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વપૂર્ણ નોંધ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે નદીના આસપાસ આવેલા ધાર્મિક સ્થળો ઉપર ગંદગી અને ચાણોદમાં થતી ધાર્મિક પૂજા વિધિથી પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે નદી પ્રદૂષિત ન થાય તે માટે નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ.
આ પણ વાંચો: વડોદરામાં 12 વર્ષની માસુમ બાળકી સાથે મુંબઈ-દિલ્હીની યુવતીઓનો દેહ વ્યાપાર સામે આવ્યો
આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીઓ થયાં કોરોનામુક્ત, કુલ એક્ટિવ કેસ 165