- GTUને મળ્યું રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનું બહુમાન
- 22 દેશના 82 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે
- જીટીયુ હંમેશા અગ્રેસર રહે છેઃ જીટીયુ કુલપતિ
અમદાવાદઃ વર્ષ-2013થી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ આપવા બાબતે જીટીયુ સમગ્ર રાજ્યમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં GTUમાં વિવિધ 22 દેશોના 82 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી GTUમાં 48 દેશના 828થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીટીયુ હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 3 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે.
ફેકલ્ટી | વિદ્યાર્થીની સંખ્યા |
બેચલર ઓફ એન્જિનિયર | 55 |
બેચલર ઓફ ફાર્મસી | 01 |
માસ્ટર્સ ઓફ એન્જિનિયર | 15 |
એમબીએ | 05 |
એમસીએ | 03 |
માસ્ટર્સ ઓફ ફાર્મસી | 01 |
પીએચડી | 02 |
કુલ | 82 |
ક્યાં વર્ષમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ?
શૈક્ષણિક વર્ષ | વિદ્યાર્થીઓની સંખ્યા |
2013-14 | 135 |
2014-15 | 63 |
2015-16 | 122 |
2016-17 | 213 |
2017-18 | 95 |
2018-19 | 52 |
2019- 20 | 67 |
2020-21 | 82 |
વિદેશી યુનિવર્સિટીઓ સાથેના MoUનો લાભ પણ પ્રવેશ મેળનાર તમામ વિદ્યાર્થીઓને મળશે
લૉકડાઉન સમયમાં પણ GTUમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની રહેવા-જમવા સાથેની સુવિધા જીટીયુ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા પણ ઓનલાઈન લઈને તેમની કારકિર્દી માટેના ઉત્તમ નિર્ણય જીટીયુ દ્વારા કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન ક્લાસ શરૂ થતાં વિદ્યાર્થીઓ GTU ખાતે હાજર થશે. GTU દ્વારા કરવામાં આવેલા વિદેશી યુનિવર્સિટીઓ સાથેના MoUનો લાભ પણ પ્રવેશ મેળનાર તમામ વિદ્યાર્થીઓને મળશે.