- GTUની મેં મહિનામાં આયોજિત પરીક્ષા મોકૂફ
- તૌકતે વાવઝોડાને કારણે વીજ પૂરવઠો ખોરવાતા લેવાયો નિર્ણય
- મોબાઈલ નેટવર્ક પણ ન આવતા પરીક્ષા મોકૂફ કરાઈ
- પરીક્ષાની નવી તારીખ અને તેને રિલેટેડ વિગત GTUની વેબસાઈટ પર મુકવામાં આવશે
અમદાવાદઃ રાજ્યના કેટલાક ગામોમાં હજુ પણ વીજ પૂરવઠો અને મોબાઈલ ટાવર હજુ શરૂ થયા નથી. બીજી તરફ GTU(Gujarat Technological University)ની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. જેમાં રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને GTU દ્વારા મે મહિનામાં યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ આગામી દિવસમાં GTUની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ GTUમાં 10 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા
પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ઉપજી છે. જેમાં હવે પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે GTU દ્વારા વેબસાઈટ પર વિગત મુકવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને અસમંજસ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવઝોડાને લઈને GTUની પરીક્ષા મોકૂફ રખાઇ, પાછળથી પરીક્ષા લેવાશે