- ગુજરાત કોરોના કાળ વચ્ચે વાવઝોડાનું સંકટ
- રાજ્યમાં લો પ્રેશરની આગાહીના કારણે સરકાર એલર્ટ
- સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની આગાહી કરાઈ
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરી રહ્યું છે. ત્યારે, બીજી તરફ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે 14 તારીખે ભારે વાવઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઇ શકે છે અને આ લો પ્રેશરના કારણે વાવાઝોડુ શક્ય બને તેવી સંભાવનાઓ છે.
આ પણ વાંચો: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
વાવાઝોડા પર નજર રાખવા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાશે
વાવાઝોડાની શક્યતાની જે સંભાવનાઓ છે તેને ધ્યાને લઈને હવામાન વિભાગ સતત નજર રાખી રહી છે. ત્યારે, 16મી મેએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તેની સંભાવના હવામાન વિભાગ કરી રહ્યું છે. જોકે, વાવાઝોડુ કઈ દિશામાં ફંટાશે તે હાલ કહેવું મુશ્કેલ છે. આ બાદ, 19 મેના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહી દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે, દરિયા કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આથી, ગાંધીનગરમાં વાવાઝોડા પર નજર રાખવા માટે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 1 લી જૂન સુધી લંબાવાયુ લોકડાઉન, આવશ્યક સેવાઓને મળશે છૂટ
ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
ભારતના હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, 15 મેના રોજ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનની સંભાવના છે. 2021માં ભારતના પશ્ચિમ કાંઠે અથડાતું પ્રથમ વાવાઝોડુ હશે. આ વાવાઝોડાનું નામ તૌકાતે રાખવામાં આવ્યું છે. આ ‘તૌકાતે’ નામ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ વધુંઅવાજ કરવાવાળી ગિકો પ્રજાતીની ગરોળી (lizard gecko) થાય છે. IMD અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણ સર્જવાની સંભાવના છે. તે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પાર અને લક્ષદ્વીપ વિસ્તારની બાજુમાં ઉત્તર-પશ્ચિમ તરફ તીવ્ર થવાની સંભાવના છે. ચક્રવાતને ધ્યાનમાં રાખીને, લક્ષ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રમાં 14-15 મેના ગાળામાં ભારેથી અતિભારે વરસાદ અને છુટા હવામાનની સંભાવના છે. સંભવિત ચક્રવાતને જોતા સમુદ્રની સ્થિતિ રફ હોવાની સંભાવના હોવાથી IMDએ માછીમારોને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, માલદિવ્સ, કોમોરિન ન જવાની સલાહ આપી છે.