- અમદાવાદમાં કોરોના કેસમાં વધારો
- ચૂંટણી બાદ ક્રિકેટ મેચના કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાની શક્યતા
- કોરોના SOP પાળવામાં નિષ્ફળ પ્રેક્ષકો
અમદાવાદઃ ચૂંટણીઓ બાદ હવે અમદાવાદમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ જોવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે કોરાનાનો આંક સતત ઊંચો જતો દેખાય છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને પણ સ્ટેડિયમ 50 ટકા કેપેસિટીથી ભરવાનો દાવો કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચ યોજાઈ હતી. જે દરમિયાન દર્શકો ઓછા જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ ટી-20 ક્રિકેટ મેચની સિરીઝ યોજાઈ રહી છે. જે અંતર્ગત અહીં 5 મેચો યોજાવાની છે. જેમાંની બીજી મેચ રવિવારે છે, ત્યારે રવિવારને લઈને મોટાપાયે દર્શકો સ્ટેડિયમમાં હાજર જોવા મળ્યા હતા. સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોની સંખ્યા 70 ટકા જેટલી જણાઈ હતી.
આ પણ વાંચોઃ મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા
સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
સ્ટેડિયમની બહાર પણ દર્શકો બેદરકાર જોવા મળ્યાં હતા. સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. કેટલાય દર્શકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. હવે નાગપુરની જેમ અમદાવાદમાં પણ લોકડાઉન આવે તો નવાઈ નહીં.