અમદાવાદ જેલમાં બેસી ખંડણીનું નેટવર્ક ચલાવતા ગેંગસ્ટર અઝહર કીટલીની પોલીસે ધરપકડ (Gangster azhar kitli Arrested by Ahmedabad Police ) કરી છે. 20 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી હતી.આ કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે અઝહર કીટલી અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછમાં ખંડણી નેટવર્કના અનેક રાઝ ( Exposed Secrets of extortion network in Jail ) ખુલશે.
જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે પોલીસ કસ્ટડીમાં દેખાતો આ છે કુખ્યાત અઝહર કીટલી ( Ahmedabad Gangster Azhar Kitli ) જે અગાઉ જુહાપુરામાં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલીએ સાબરમતી જેલમાં બેસીને એક વેપારીને ફોન કર્યો અને વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. બાદમાં તેણે તેના માણસો મોકલી તોડફોડ કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરી છે.
જેલમાંથી ફોન કરી ખંડણીની માગણી અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે.છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. આ મામલે વેજલપુર પોલીસે અઝહર કીટલી, અઝહર કબુતર, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો. જે મામલે અમદાવાદ એસઓજી ક્રાઈમ ( Ahmedabad SOG Crime ) તપાસ કરી રહી છે. તેવામાં જેલમાં રહીને વેપારીઓને ધમકાવતા અઝહર કીટલીના અન્ય સાગરીતોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
હવે પોલીસે લીધો સંકજામાં અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે. આરોપી અઝહર પાસે જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો અને તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.