- ડ્રગ્સનું બોલીવુડમાં ભારે દુષણ
- ડ્રગ્સના વેચાણ બાદ જે પૈસા આવે છે તેનાંથી ફિલ્મ બને છે
- ડ્રગ્સ થી ઉભું કરવામાં આવેલુ ફંડ ફિલ્મ મેકિંગમાં વપરાઈ છે
ગાંધીનગર: 26 જૂનનાના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ બોલિવૂડમાં ચાલતા ડ્રગ્સ તસ્કરીની મામલો સામે આવ્યો હતો. જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને એફ.એસ.એલ.ના અનેક અધિકારીઓ બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીના ફોનની તાપસ અર્થે ગુજરાત આવ્યા હતા. 12 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ડ્રગ્સ લેબોરેટરીના ઉદ્ઘાટન બાબતની પત્રકાર પરિસદ દરમિયાન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટર સી.ડી. જાડેજા નિવેદન આપ્યું હતું કે બોલીવુડમાં ડ્રગ્સએ મોટું દુષણ છે.
બોલીવુડમાં ડ્રગ્સનું દુષણ
ડ્રેસ બાબતે પત્રકાર પરિષદમાં સુશાંતસિંહ રાજપૂતના કેસ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં બોલિવૂડમાં ડ્રગ્સનુ દૂષણ છે કે નહીં, તે બાબતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટાર જાડેજાએ જણાવ્યું હતું કે બોલિવૂડમાં ડ્રગ્સનું મોટું દૂષણ છે, જ્યારે ડ્રગ્સમાંથી જે ફંડ ઊભું થાય છે, તે ફંડ પાછું ફિલ્મ મેકિંગમાં ઉપયોગ થાય છે. આમ 300 કરોડની ફિલ્મ 600 કરોડની ફિલ્મ કે પંદર સો કરોડનો એક એપિસોડ આ તમામ જગ્યાએ તરફથી તૈયાર કરેલ આ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે.
બોલીવુડમાં રેવ પાર્ટી ડ્રગ્સનું ચલણ
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે બોલિવૂડમાં મહત્તમ ડિઝાઇનર ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રેવ પાર્ટી ડ્રગ્સનું ચલણ વધારે જોવા મળે છે આ ઉપરાંત LSD, એક્સ્ટનસી,કોકિન જ્યારે ગાંજો પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
સુશાંતસિંહ રાજપૂતના સ્યુસાઇડ બાદ ડ્રગ્સ રેક્ટ બહાર આવ્યા
મહત્વની વાત કરવામાં આવે તો બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં ચાલતા ડ્રગ્સ રેકેટ બહાર આવ્યા હતા. આમ અનેક મોટી અભિનેત્રીઓ અને મોટા અભિનેતાઓ પણ ડ્રગ્સ લેતા હોવાના આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પણ ડ્રગ્સ બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી જ્યારે હજુ આ કે સીબીઆઇ હસ્તક કાર્યરત છે.