અમદાવાદ: કોરોના વાઈરસ લોકડાઉનને કારણે દેશમાં એક બાજુ જ્યાં નિયમિત ટ્રેનોનું સંચાલન બંધ છે, ત્યારે રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધા માટે સ્પેશ્યિલ ટ્રેનોના સંચાલનની અનુમતી આપવામાં આવી છે. આજ ક્રમમાં 12 મે 2020થી સાબરમતીથી નવી દિલ્લી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. અમદાવાદ મંડળ દ્વારા નવ જોડી ટ્રેનોનું સંચાલન 01 જૂનથી કરવામાં આવશે.
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 જૂન 2020થી અમદાવાદ સ્ટેશનથી કુલ 10 જોડી ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં વર્તમાનમાં સાબરમતીથી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશ્યિલને 01 જૂનથી અમદાવાદ સ્ટેશનથી (કાલુપુર સ્ટેશનથી) નવી દિલ્લી માટે ચલાવામાં આવશે. આ ટ્રેન બંને તરફ આવતા જતા સાબરમતી સ્ટેશન પર ઉભી નહીં રહે. જેમણે આ ટ્રેનની ટિકિટ સાબરમતી સ્ટેશનથી લીધી છે. તેઓએ ટ્રેનમાં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક એસએમએસ દ્વારા પણ આપવામાં આવી રહી છે. આના સિવાય વર્તમાનમાં સ્પેશ્યિલના રૂપમાં 01 જૂનથી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહીં હોય.
આ ઉપરાંત જ્યાં ટ્રેનની ટિકિટના રિફંડની વાત છે તો માર્ચ મહિનાથી શરૂ કરીને 29 મે સુધી મુંબઇ ડિવીઝનમાં 20.28 લાખ લોકોએ ટિકિટ કેન્સલ કરાવી છે જેમને 138.58 કરોડનું રિફંડ અપાયું છે.