અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં (Ahmedabad Monsoon 2022) પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો તથા સોસાયટીઓ મિની જળાશયમાં (Waterlogged in Society Ahmedabad) ફેરવાઈ ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં વરસાદ (Rain In Ahmedabad) પડી રહ્યો છે. રવિવારે સાંજે વરસાદ પડતા શહેરના મોટા અંડરબ્રીજ યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ફરી-ફરીને જવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ ડાંગમાં મેઘરાજા મહેરબાન, ગીરા ધોધનું નાયગ્રા સ્વરૂપ તો ઘણા વિસ્તારમાં મેઘાનું રોદ્ર સ્વરુપ
આ અંડરપાસ બંધઃ બોડકદેવ, મણિનગર ઓઢવના એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ હતું. રસ્તા પર જાણે નદી વહી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. પાણી ભરાવાને કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં મીઠાખળી અંડરપાસ બીજી વાર બંધ કરવાની ફરજ પડી છે. શહેરમાં સાંજે 7 વાગ્યાની આસપાસ શરૂ થયેલા ધોધમાર વરસાદ ઓઢવ,વિરાટનગર, ઉસમાનપુરા, આશ્રમ રોડ, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ગોમતીપુર, વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મકરબા અંડર બ્રીજ પણ બંધ કરાયો છે. અમદાવાદના ચાંદખેડા,નરોડા, ગોતા, બોડકદેવ, જમાલપુર, સરખેજ, ઇસ્કોન વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે મકરબા અંડર બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નદીમાં ઘોડાપુર આવતા 20 ગામનો વાહનવ્યવહાર ખોરવાયો,બ્રીજ બન્ને છેડેથી ધોવાયો
અમદાવાદ પાણી પાણીઃ સતત અને સખત રીતે વરસી રહેલા વરસાદને કારણે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. જ્યારે અનેક એવી સોસાયટીઓ મિની જળાશયમાં ફરેવાઈ ગઈ હતી. જોકે, માત્ર નજીવા વરસાદમાં આખું અમદાવાદ પાણી પાણી થઈ જતા સ્માર્ટસિટીનો પ્રિ-મોનસુન પ્લાન પાણીમાં બેસી ગયો હતો. જે પુરવાર થયું હતું. સરખેજ પાસેનો મકરબા, વેજલપુર, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ, પરિમલ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. કુલ મળીને પાંચ અંડરપાસ બંધ કરાતા વાહનચાલકોનો ફેરો લાંબો થયો હતો.