- મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ બન્યા સુપરસ્પ્રેડર
- પાંચ વિદ્યાર્થીઓએ IIMના 40 જેટલા વિદ્યાર્થીઓને કર્યા કોરોના સંક્રમિત
- 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ જોવા ગયા હતા
અમદાવાદઃ કોરોનાની મહામારીની બીજી લહેરમાં પણ હાલ રાજ્યમાં પ્રથમ નંબરે અમદાવાદ છે. શહેરમાં રોજ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ IIM(Indian Institute of Management)ના વિદ્યાર્થીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે મેચ યોજવામાં આવી હતી. જેમાં IIMના 6 વિદ્યાર્થી મેચ જોવા માટે ગયા હતા. છ માંથી પાંચ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ વિદ્યાર્થીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હતા. IIMના 40 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સંક્રણમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 1,961 કેસ નોંધાયા
IIMના બે પ્રોફેસરના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના) દ્વારા બનાવવાંમાં આવેલા ડોમમાં વિદ્યાર્થીઓ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ પોતાના વતનના સરનામાં લખાવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ IIM અભ્યાસ કરતા હોવાથી કર્મચારીઓ દ્વારા તેમની મૌખીક જાણકારી રાખવામાં આવી હતી. જેના આધારે IIMના વિદ્યાર્થીઓમાં વધારે સંક્રમણ ફેલાયું હોવાનું બહાર આવ્યું હતું. જાણકારી પ્રમાણે IIMના બે પ્રોફેસરના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો હાલમાં IIMના 10થી વધુ ડોમને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
T-20 મેચમાં મોટી સંખ્યામાં દર્શકો ભેગા કરવામાં આવ્યા હતા
IIMમાં કોરોનાના વધતા જતા કેસને લઇને બહારના કોઇ પણ લોકોને પ્રવેશ પણ આપવા આવતો નથી. જે લોકોને પ્રવેશ આપવામાં આવે છે તેમને પહેલા અપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ સમયના આધારે મુલાકાત લેવા દેવામાં આવે છે. T-20 મેચમાં મોટી સંખ્યામાં દર્શકો ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા અને હાલ કોરોનાના પોઝિટિવ કેસ આવવાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા સુપર સ્પ્રેડરના કરાશે ટેસ્ટ