ETV Bharat / city

ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ - Corona

ગુજરાતમાં કમનસીબે લોકો માતૃભાષાને છોડી અન્ય ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાતી નાટકોનું જે પ્રકારે મહત્વ ઘટતું જઈ રહ્યું છે તેવામાં ગુજરાતી ભાષાને સાચવી એટલી જ જરૂરી બની છે. ગુજરાતી નાટક સમાજ માટે એક દર્પણ માનવામાં આવે છે. નાટકમાં ગુજરાતની સંસ્કૃતિ, રહેણીકરણી અને માતૃભાષા ગુજરાતીનો સંગમ જોવા મળતો હોય છે. જેને જાણવી સાચવી રાખવો ખુબ જ જરૂરી છે.

gujarati
ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ
author img

By

Published : Aug 23, 2021, 8:26 AM IST

Updated : Aug 23, 2021, 9:10 AM IST

  • ધર્મેશ વ્યાસે ક્યારેક હીરો તો ક્યારેક વિલનના રોલમાં જીત્યા લોકોના દિલ
  • ETV પરિવાર સાથે પણ જૂનો સંબધ રહેલો છે - ધર્મેશ વ્યાસ
  • કોવિડ -19માં અનેક લોકો હેરાન પરેશાન થયા છે

અમદાવાદ: ગુજરાતી ફિલ્મો, નાટકો અને સિરિયલો સાથે જોયેલા ધર્મેશ વ્યાસે ETV Bharat સાથે વાતચીત દરમિયાન ગુજરાતી નાટકો અને ગુજરાતી માતૃભાષા વિશે વિશેષમાં જણાવ્યું કે અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષા ખૂબ જ સરળ અને સમજુ ભાષા રહેલી છે. આજે મને પણ ગર્વ છે, ગુજરાતી ભાષા સાથે સંકળાયેલી છું. સાચે જ દરેક માતા-પિતાએ પણ પોતાના બાળકને અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષાનું મહત્વ પણ એટલું જ બતાવવું જોઈએ.

ગુજરાતી ભાષાનું મહત્વ ઘટતું જાય છે

ગુજરાતની કમનસીબી છે કે, ધનિક પરિવારો સહિત તમામ લોકો અન્ય ભાષા એટલે કે અંગ્રેજી અને હિન્દીમાં સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતીને જે પ્રમાણે પ્રાધાન્ય મળવું જોઈએ તે મળી રહ્યું નથી. જેના કારણે ગુજરાતી નાટકો, ફિલ્મો, સિરીયલો સહિત તમામ મનોરંજન કાર્યક્રમો ફ્લોપ થતા જોવા મળી રહ્યા છે. સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવતને સુરતીઓએ સાર્થક કરી છે. સુરત શહેરના જાણીતા ગુજરાત ફિલ્મના કલાકાર ધર્મેશ વ્યાસ છે. જેઓ હાલમાં મુંબઈ પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. જો.કે ધર્મેશ વ્યાસનો નાતો ETV પરિવાર સાથે પણ જૂનો સંબધ રહેલો છે.

ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી : કેન્દ્રીય પ્રધાન

કોવિડ19 અંગે ધર્મેશ વ્યાસે શું જણાવ્યું?

ધર્મેશ વ્યાસે ETVBharat સાથેની વાતચીત કોવિડ-19 અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે," હવે લોકો ત્રીજી લહેરની રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારીએ તમામ સેકટરમાં મુશ્કેલી ઉભી કરી જ છે. જો કે હાલની પરિસ્થિતિમાં સરકારે તમામ સેકટર ધીમે ધીમે ખોલવાની મંજૂરી આપી છે. તો થિયેટરો, નાટ્ય ગૃહો શા માટે નહી ? આજે તો લોકો જાગૃત થઈ ગયા છે તે સાવચેતી રાખીને મનોરંજન માણશે. સરકારે પણ ચોકકસ ગાઈડલાઈન પણ બહાર પાડીને આ કલાકારોને રાહત આપવાની જરૂર છે.

કલાકારો સ્વમાનના કારણે હાથ નથી લંબાવતા

આજે દેશ અને રાજ્યોમાં કલાકારો સ્વમાની હોવાથી કોઈ આગળ હાથ ક્યારે લાંબો કરતા નથી. આજે ધીમે ધીમે મોટી ફિલ્મોના શુટીંગ ચાલું થયા છે પણ ફિલ્મ બતાવે કયાં? તે એક પ્રશ્ન છે. થિયેટરો બંધ છે. OTT. પ્લેટ ફોર્મ ઉપર રજૂ કરે તો તે ગુજરાતી ફિલ્મને સબસીડીનો લાભ મળતો નથી. જો તાત્કાલીક સરકાર આ બાબતે વિચારશે નહી તો આ ઈન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે જેને પછી ઉભી કરવામાં ઘણીવાર લાગશે. મોટા કલાકારો કમાયને બેઠા છે. પરંતુ આજે નાના કલાકારોને સ્વમાનને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. માટે સરકારએ કલાકારો માટે ત્વરીત પગલા લેવાની જરૂર છે.

આ પણ વાંચો : મોદીએ 'વેઇટ એન્ડ વોચ' ની નીતિ અપનાવી, પરંતુ અફઘાનિસ્તાન અંગે શું વિચારતા હતા નેહરુ, જાણો...

ગુજરાતી ફિલ્મો ટીવી અને સિરિયલોમાં કામ કરવું મારા માટે ગૌરવ ની વાત છે - ધર્મેશ વ્યાસ

ધર્મેશ વ્યાસે ગુજરાતી ફિલ્મો-ટીવી સિરીયલોને સફળ નાટકોમાં શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં હિરો તરીકે ધર્મેશ વ્યાસે સુંદર અભિનય કર્યો છે. અનેક એવોર્ડ પણ તેમને મળ્યા છે. વિદેશોમાં તેમના નાટકોનો ચાહક વર્ગ મોટો છે. તેથી લગભગ દર વર્ષે એક ટુર વિદેશોમાં નાટ્ય શો માટે કરે છે. કોરોના મહામારીને કારણે બધા સેકટરમાં મુશ્કેલીમાં હતા પણ તે બધા હાલમા ખૂલી ગયા છે પણ તમામ ક્ષેત્રનાં કલાકારોના રોજી રોટી માટે આજે પણ અનલોક ભારતમાં કામ નથી તેમ જણાવીને ધર્મેશ વ્યાસે આ બાબતે સમાજનો દરેક વર્ગ સરકાર તાત્કાલીક યોગ્ય કરે એ જરૂરી છે...

Last Updated : Aug 23, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.