- અમદાવાદની સૌથી મોંઘી મીઠાઈ
- 25,000 રુપિયે કિલોના ભાવે લોકો ખરીદી રહ્યાં છે આ મીઠાઈ
- તૂર્કીથી શેફને બોલાવીને મીઠાઈ તૈયાર કરવામાં આવી
- સૌથી મોંઘા ડ્રાયફ્રુટ દ્વારા તૈયાર કરાઈ આ મીઠાઈ
અમદાવાદઃ દિવાળીના તહેવારમાં મીઠાઇના ( Sweets ) ભાવો આસમાને જતાં હોય છે. ત્યારે આ વર્ષે મીઠાઈના ભાવમાં 10થી 15 ટકા જેટલો વધારો થયો હોવા છતાં લોકો મીઠાઈ ખરીદી રહ્યા છે. પરંતુ અમદાવાદ મીઠાઈની મજા માણવા હવે 25,000 રુપિયા પ્રતિ કિલો ભાવની મીઠાઈ પણ ખરીદી રહ્યાં છે. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલ મીઠાઇની દુકાનમાં 25,000 રુપિયા પ્રતિ કિલોના ભાવની ગોલ્ડન પિસ્તા બોલ અને ગોલ્ડન પિસ્તા ડીલાઈટ નામની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.
શું ખાસ છે આ મીઠાઈમાં...
આ મીઠાઈ ( Sweets ) ઉપર ગોલ્ડન વરખ તો છે જ સાથે તેમાં નૌજા ડ્રાયફ્રુટ ( Nauja Dried Fruit ) અને મામરા બદામનો ( Mamra Almond ) ઉપયોગ કરવામાં આવ્યો છે. મોંઘવારી વચ્ચે પણ લોકો આ મીઠાઈ ખરીદી રહ્યાં છે. મીઠાઈને રાખવા માટે ખાસ પ્રકારનું જવેલરી બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે. આ મીઠાઈ બનાવવા માટે તૂર્કીથી શેફને બોલાવવામાં આવ્યાં હતાં.જેમાં સૌથી મોંઘા ડ્રાયફ્રુટ નૌજાનો ઉપયોગ કરવામા આવ્યો છે.
સોનું વપરાયું છેઃ દુકાન માલિક
દુકાનના માલિક જય શર્માએ જણાવ્યું હતું કે આ વર્ષે ગોલ્ડન પિસ્તા નૌજા ડીલાઈટ તેમજ ગોલ્ડન પિસ્તા બોલ નામની મીઠાઈ ખાસ તૈયાર કરવામાં આવી છે. આ મીઠાઈમાં ગોલ્ડન વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 24 કેરેટ ગોલ્ડન વાપરવામ આવ્યું છે. ત્યારે નૌજા ડ્રાયફ્રુટ ઈરાન, ઇરાક અને અફઘાનિસ્તાનનથી આવે છે. જે પ્રતિકીલો 6 હજારનું હોય છે. નૌજા ડ્રાયફ્રુટ આટલી મોંઘી મીઠાઈ ( Expensive Sweets ) હોવા છતાં લોકો ખરીદી રહ્યાં છે.
10 લાખ રુપિયાની કમાણી થઇ ગઇ
હાલમાં તો 10 લાખથી પણ વધુની મીઠાઈ ( Sweets ) વેચાઈ ચુકી છે અને હજુ પણ લોકો તેને ખરીદી રહ્યાં છે. ત્યારે આ મીઠાઈ અંદાજે 2 મહિના સુધી બગડતી નથી. હવે મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ આ મીઠાઈઓ લેવા માટે આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ આ દિવાળીએ મીઠાઈ માર્કેટમાં Immunity Booster Sweets ની માગ
આ પણ વાંચોઃ સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ