ETV Bharat / city

શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં અમદાવાદમાં કેન્દ્રો ખાલીખમ ગાંધીનગરમાં નહિવત સંખ્યા

આજે રાજ્યભરમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા હતી. જો કે શિક્ષકો દ્વારા આ પરીક્ષાનો બહિષ્કાર કરાયો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સંઘના પાંચ ટકા લોકો જ આ પરીક્ષા આપશે તેવું ગુજરાત શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલએ નિવેદન આપ્યું છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં અમદાવાદમાં કેન્દ્રો ખાલીખમ ગાંધીનગરમાં નહિવત સંખ્યા
શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં અમદાવાદમાં કેન્દ્રો ખાલીખમ ગાંધીનગરમાં નહિવત સંખ્યા
author img

By

Published : Aug 24, 2021, 8:25 PM IST

  • અમદાવાદમાં 1 ટકા પણ શિક્ષકે સર્વેક્ષણ પરીક્ષામાં ભાગ લીધો નહીં
  • ખાલી વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ
  • સરકારે શિક્ષકોને બોલાવવા માટે 4200 ગ્રેડ પે મુદ્દે બેઠક બોલાવી છે

અમદાવાદઃ પ્રાથમિક શિક્ષણ સંઘના ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા નથી આપવી. તેઓએ કહ્યું કે, ‘પરીક્ષા મરજિયાત છે પરંતુ વાતાવરણ પરીક્ષા ફરજિયાત હોય તેવું ઊભું કરવામાં આવ્યું છે. શિક્ષકોએ કોરોનાકાળમાં મડદાં ગણ્યાં છે અને તીડ પણ ઉડાડ્યાં છે. અત્યાર સુધી શિક્ષકો પર દબાણ જ કરવામાં આવ્યું છે. પરંતુ હવે અમે વિરોધ કરીશું. સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કર્યાના ખોટા આંકડા રજૂ કરી રહી છે.’ 2 લાખ શિક્ષકો આ પરીક્ષાનો વિરોધ કરી રહ્યાં હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે.

સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર
ગુજરાતમાં શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે આજે શરૂ થયેલી સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવાનો બહિષ્કાર કર્યો છે. સમગ્ર રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોએ સજ્જતા કસોટી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટીકા કરનારા એક શિક્ષકને આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે. જો આ શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરાશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે.

અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યોઃ શિક્ષણપ્રધાન

ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ

બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોનો વિરોધ શરુ થઈ ગયો છે. શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલી છે. અમદાવાદમાં 1 ટકા પણ શિક્ષકે સર્વેક્ષણ પરીક્ષામાં ભાગ લીધો નથી. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી કરાઈ હતી.પરીક્ષા ખંડમાં સુપરવાઈઝરો ચાર વાગ્યા સુધી હાજર રહ્યાં હતાં. 4 વાગ્યા બાદ પરીક્ષા પૂર્ણ થયા પછી ફરીથી OMR શીટને સીલ કરવામાં આવ્યાં છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી ત્યારે હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે, એનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે. ત્યારે જેટલા શિક્ષકોએ પરીક્ષા આપી છે તેમનો હું દિલથી આભાર માનું છું.

આ પણ વાંચોઃ શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત

આ પણ વાંચોઃ નવસારીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો 60 ટકા શિક્ષકોએ કર્યો વિરોધ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.