ETV Bharat / city

માતૃભાષામાં મનોરંજન 'Oહો' ગુજરાતી: દિગ્દર્શક અભિષેક જૈન સાથે ETV ભારતની ખાસ વાતચીત

આ ફિલ્મોએ ગુજરાતી નિર્માતાઓ, કલાકારો અને દર્શકોને નવી ગુજરાતી ફિલ્મો બનાવવા માટે અને તેમાં અભિનય આપવા માટે પ્રેરણા આપી હતી. અભિષેક જૈન ગુજરાતના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક છે જ અને તેમના ગુજરાતી ફિલ્મો પણ ધૂમ મચાવી ચુકી છે ત્યારે હવે આગામી સમયમાં એક નવું OTT પ્લેટફોર્મ લઇને આવી રહ્યા છે જેનું નામ છે Oહો ગુજરાતી. ત્યારે અભિષેક જૈન સાથે ETV ભારત દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી.

abhishek jain
abhishek jain
author img

By

Published : Mar 15, 2021, 7:20 AM IST

Updated : Mar 15, 2021, 6:53 PM IST

  • ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે એક જ પ્લેટફોર્મ પર
  • 'કેવી રીતે જઈશ' અને 'બે યાર' ના નિર્માતા દિગ્દર્શક અભિષેક જૈન સાથે ખાસ મુલાકાત
  • 'Oહો' ગુજરાતી નામથી લાવી રહ્યા છે નવું ગુજરાતી OTT પ્લેટફોર્મ
  • પરિવાર સાથે બેસીને માણી શકશે સંપૂર્ણ ગુજરાતી મનોરંજન
    માતૃભાષામાં મનોરંજન 'Oહો' ગુજરાતી: દિગ્દર્શક અભિષેક જૈન સાથે ETV ભારતની ખાસ વાતચીત

અમદાવાદ: ગુજરાતી ફિલ્મો વર્ષોથી દેશ વિદેશમાં ધૂમ મચાવતી રહી છે અને છેલ્લા દસ વર્ષમાં પણ ગુજરાતી ફિલ્મ જગતમાં નવા શિખર સર કરી રહી છે અને આ નવી ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગ અને માતૃભાષામાં કંઈક નવું મળી રહે તેવી નવી શરૂઆત કરનાર અભિષેક જૈન સાથે ETV ભારત દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી.

ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે એક જ પ્લેટફોર્મ પર

ગુજરાતી સિનેમામાં એક નવા યુગની શરૂઆત કહી શકાય તેવી ફિલ્મ 'કેવી રીતે જઈશ અને 'બે યાર' જેવી ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક અભિષેક જૈન દ્વારા બનાવવામાં આવી હતી અને આ ફિલ્મોએ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓનું આપણી માતૃભાષાની ફિલ્મો પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું.

કોરોનાના લોકડાઉનના સમયમાં દરેક લોકોએ ઘરે રહીને અલગ અલગ પ્લેટફોર્મ પરથી મનોરંજન મેળવીને દિવસો પસાર કર્યા હતા

આ ઉપરાંત કલાકારોએ પણ ઓનલાઇન પરફોર્મન્સ આપીને લોકો નું ખૂબ મનોરંજન કર્યું હતું. આ જ સમય માં અભિષેક જૈનને એક વિચાર આવ્યો જે વિષય પર તેમણે જણાવ્યું હતું કે, અમારો આ પ્લેટફોર્મ બનાવવાનો હેતુ છે કે, લોકો માતૃભાષા ગુજરાતીમાં અલગ અલગ કાર્યક્રમો નિહાળીને મનોરંજન મેળવી શકે.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે

જાણો Oહો ગુજરાતી નામ કેવી રીતે પસંદ કરાયું

Oહો ગુજરાતી નામ રાખવા માટે પણ અભિષેક જૈન દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક અપીલ કરી હતી અને બધા લોકોએ તેમને ઘણા બધા નામના સૂચન કર્યા હતા. જેમાંથી 3 નામ સિલેક્ટ કર્યા હતા અને તેમાંથી ફાઇનલ Oહો ગુજરાતી કર્યું હતું.

પરિવાર સાથે બેસીને માણી શકશે સંપૂર્ણ ગુજરાતી મનોરંજન

ત્યારબાદ તેમણે ગુજરાતના અલગ અલગ દિગ્દર્શકો અને લેખકો પાસે સ્ક્રિપ્ટ મંગાવી હતી અને જેમાં તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઘણી બધી નવી વાર્તાઓ મળી હતી. જેના પર તેમણે અને ટીમ સાથે મળીને સારી વાર્તાઓને લઇને તેનું ફિલ્માંકન કરી રહ્યા છે.

Oહો ગુજરાતી પર જાણીતા કલાકારો જોઈ શકાશે

આગામી સમયમાં આ પ્લેટફોર્મ પર ગુજરાતના જાણીતા કલાકારો તેમને જોવા મળશે અને અલગ અલગ કિરદારોમાં દર્શકો તેમને ઘરે રહીને આ પ્લેટફોર્મ પર જોઈ શકશે

Oહો ગુજરાતીમાં ફક્ત ગુજરાતી કન્ટેન્ટ જ જોવા મળશે

અભિષેક જૈનએ આ વિષયમાં વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, Oહો ગુજરાતીમાં ફક્ત ગુજરાતી કન્ટેન્ટ જ જોવા મળશે અને માતૃભાષામાં દેશ-વિદેશમાં વસતા દરેક ગુજરાતી પ્રેક્ષકો પરિવાર સાથે જોઈ શકે તેવું મનોરંજન પીરસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: OTT પ્લેટફોર્મને સરકાર હસ્તક લાવવાથી કન્ટેન્ટ ક્રિએટરમાં નિરાશા

પ્લે સ્ટોર અને આઈ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે Oહો ગુજરાતી

એપ્રિલ મહિનાથી દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ પ્લે સ્ટોર અને આઈ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે આ વાત જણાવતા સાથે જ અભિષેક જૈનએ કહ્યું હતું કે, માતૃભાષા કોઈ પણ હોય દરેક ખૂબ જ કિંમતી હોય છે અને જેનું કોઈ મોલ હોતું નથી તેથી આ પ્લેટફોર્મ પર જો તમારે કોઈ કન્ટેન્ટ જોવું હશે તો તેની ફી પણ ચૂકવવી પડશે અને દરેક ગુજરાતીને Oહો ગુજરાતી ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.

કેમેરામેન મુકેશ ડોડીયા સાથે મનન દવેનો વિશેષ અહેવાલ

Last Updated : Mar 15, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.