અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે આજે ચોથી કડીમાં લઈને આવ્યું છે ઉપવાસ ચિકિત્સા. જો આપ સપ્તાહમાં એક વખત ઉપવાસ કરશો, અથવા સપ્તાહમાં બે કે ત્રણ ઉપવાસ કરશો, અથવા વર્ષમાં એક વખત એક દિવસથી માંડીને 8 ઉપવાસ કરશો તો તમારુ શરીર વધુ તંદુરસ્ત રહેશે અને રોગનો પ્રતિકાર કરવાની શક્તિ પણ વધી જશે. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને ઉપવાસ ચિકિત્સા પર સમજાવશે, જૂઓ વિડીયો…
ભરતભાઈ શાહનો પરિચય
ભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે આહાર વિજ્ઞાન શ્રેષ્ઠ છે.
તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.