ETV Bharat / city

કોરોના કાળમાં નવગુજરાત કોલેજે વિધાર્થીઓને ફી ભરવા બોલાવી સરકારી આદેશનો ભંગ કર્યો

અમદાવાદ જિલ્લામાં કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે શહેરની તમામ શાળા- કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ આપ્યાં છે. પરીક્ષાઓ પણ સ્થગિત કરાઇ છે. તેમ છતાં નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કીલની ફી ભરવા બોલાવાતા સરકારી નિયમોનો ભંગ થયો છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : Apr 1, 2021, 2:11 PM IST

  • નવગુજરાત કોલેજે ફી ભરવા વિદ્યાર્થીઓને બોલાવ્યાં
  • એક વર્ગમાં 50થી વધુ વિદ્યાર્થી
  • કોલેજના કારકુને વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા

અમદાવાદ: જિલ્લામાં કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળા- કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે. પરીક્ષાઓ પણ સ્થગિત કરાઇ છે, ત્યારે શહેરની આશ્રમ રોડ પર આવેલી વિખ્યાત નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કીલની ફી ભરવા બોલાવાતા સરકારી નિયમોનો ભંગ થયો છે.

કોરોના કાળમાં નવગુજરાત કોલેજે વિધાર્થીઓને ફી ભરવા બોલાવી સરકારી આદેશનો ભંગ કર્યો

આ પણ વાંચો : ગવર્મેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજમાં કોરોનાનો પગપેસારો

શાં માટે આવ્યા વિધાર્થીઓ ?

કોલેજના કર્મચારીએ જણાવ્યું હતું કે, આ કોર્સની સો રૂપિયા જેટલી સામાન્ય ફી છે. તે ઓનલાઈન ભરવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને તે આવડતું ન હોવાથી, વળી કેટલાક વિદ્યાર્થીઓ ગામડાના હોવાથી તેઓ રૂબરૂ આવીને ફી ભરી શકે અને તેમનું ભવિષ્ય બગડે નહીં, તે માટે આયોજન કરાયું છે. વળી કોલેજના ક્લાર્કે 'ચૂંટણી સમયે ભીડ ભેગી થાય છે અને ફી ભરવામાં કોરોના આવે છે' તેમ જણાવીને વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા હતા. છેલ્લા બે- ત્રણ દિવસથી તેમને ફી ભરવા બોલાવવામાં આવે છે. જેમાં એક કલાસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠા હોવાનું ધ્યાને આવ્યું હતું.

નવગુજરાત
નવગુજરાત

આ પણ વાંચો : કોલેજ ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો હુકમ જારી કરી શકે છે

કોલેજના કર્મચારીઓનો ખુલાસો ?

કોલેજે વિદ્યાર્થીઓને ફી ભરવા બોલાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ નારાજ થયા હતા. આ અંગે ખુલાસો આપતા કોલેજના સિનિયર કર્મચારી કલ્પના રાજપૂતે જણાવ્યું હતું કે, હાલ કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. કોલેજ તરફથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નથી. કોરોનાને લીધે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મમાં સહી કરી શક્યા નથી. તેમનું ભવિષ્ય બગડે નહીં તે માટે તેમને બોલાવવામાં આવ્યાં છે. M.Comની પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા ચાલુ જ છે. તેમાં પણ કોરોનાની SOP નું પાલન કરવામાં આવે છે.

કોલેજમાં કોરોના SOPનું પાલન

કોલેજ કર્મચારીએ જણાવ્યું હતું કે, અહીં ફી ઉઘરાવવાનો કોઈ હેતુ નથી. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરી ન શક્યા હોય તે અહીં આવે છે. તેમને સ્લોટમાં બોલવાય છે. પરંતુ બની શકે કે તેમણે કોલેજના અન્ય કર્મચારીઓની વાત ન માની હોય અને કોરોનાનાં નિયમોનો ભંગ કર્યો હોય. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામા પોતાનો રોલ નંબર જાણવા પણ આવતા હોય છે. કેમ્પસમાં માસ્ક, સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રિનીંગની વ્યવસ્થાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.