અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સંજીવની રથ અનેક વિસ્તારોમાં જઈ ટેસ્ટ કરવામાં આવે છે. આ રથ સાથે એક ડૉક્ટર, એક ફાર્માસિસ્ટ તેમજ પેરામેડિકલ સ્ટાફ અને રથનો પાયલટ હાજર હોય છે. જેઓ આરોગ્ય લક્ષી સેવાઓની સાથે કોરોના ટેસ્ટ પણ પર કરે છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ
સમગ્ર ભારતમાં કોરોના વાઈરસનો આંકડો 10 લાખને પાર કરી ચૂક્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આંકડો 47 હજારને પાર કરી ચૂક્યો છે. અમદાવાદમાં 24 હજારથી વધુ કેસો કોરોના વાઈરસના નોંધાઇ ચુક્યા છે. લોકડાઉન ખુલતા જ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના વાઈરસના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને કોરોનાના રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે.