ETV Bharat / city

કોરોના કારણે ગુજરાતના મંદિરોના કપાટ થયા બંધ - ગુજરાતના મંદિરોના કપાટ થયા બંધ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. હાઇકોર્ટ સતત સરકારને યોગ્ય પગલાં લેવા લેવા ટકોર કરી રહી છે તેવામાં રાજ્યના ઘણા ધાર્મિક સ્થાન સામેથી આગળ આવ્યા છે અને લોકોની સુરક્ષા માટે તેમણે સામેથી મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે.

કોરોના કારણે ગુજરાતના મંદિરોના કપાટ થયા બંધ

author img

By

Published : Apr 13, 2021, 1:25 PM IST

  • વધી રહ્યો છે કોરોનાનો કહેર
  • મંદિર બન્યા લોકોના સ્વાસ્થ્ય માટે સજાગ
  • કોરોનાના કારણે મંદિરના કપાટ થયા બંધ

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ નોંધાઇ ચુક્યા છે. મૃત્યુઆંક 4,800થી વધી ચુક્યો છે. રાજ્યના સ્મશાન ગૃહ મૃતદેહોથી ઉભરાઇ રહ્યાં છે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઘણા મંદિરોએ જાતે જ પોતાના દરવાજા લોકો માટે બંધ કરી દીધા છે.

30 એપ્રિલ સુધી અંબાજીના કપાટ બંધ

મંગળવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓમાં અંબાના દર્શન કરવા ઉમટી પડે છે. આ સ્થિતિમાં વધારે લોકો એકઠા થાય તો કોરોના ફેલાવવાનો ડર વધારે રહે છે. જેના કારણે મંદિર ટ્રસ્ટે 13થી 30 એપ્રિલ સુધી એમ 17 દિવસ માટે મંદિરના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત ગબ્બર મંદિર સહિત પેટા મંદિર, અંબિકા ભોજનાલય તેમજ ટ્રસ્ટના વિશ્રામ ગૃહ અને હૉલિડે હોમ પણ 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

28 એપ્રિલ સુધી બંધ રહેશે પાવાગઢ

અંબાજીની જેમ જ પાવાગઢમાં પણ માઁ કાળીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.

વધુ વાંચો: રમઝાન: કોરોના મહામારી વચ્ચે નમાઝિ માટે નિઝામુદ્દીન મરકઝ ખોલવાનો નિર્ણય

સુરતમાં એપ્લિકેશનથી કરી શકાશે દર્શન

સુરતમાં તો કોરોના વકર્યો છે અને લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે ત્યારે શહેરના પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિરના દ્વાર પર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. 13 એપ્રિલથી 10 દિવસ માટે આ મંદિર બંધ રખાશે મંદિર તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 13થી 21 એપ્રિલ મંદિર બંધ રાખવામાં આવશે પણ નવરાત્રિ હોવાના કારણે શ્રદ્ધાળુઓ માઁ અંબાના ઑનલાઇન દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. i2i એપ્લિકેશન પર ભક્તજનો માઁ અંબાના દર્શન કરી શકશે.

10 દિવસ માટે શામળાજીનું મંદિર બંધ

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજીને 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોરોનાના કારણે વણસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 11થી 21 તારીખ સુધીમાં મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવશે. જો કે, ઠાકોરજીની પૂજા નિત્યક્રમ મુજબ જ કરવામાં આવશે. શામળાજી મંદિરમાં ફક્ત ગુજરાતના જ નહીં રણ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે. જેથી સાવચેતીના પગલાં સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત મંદિર સાથે પ્રકાશયાત્રી લોજ અને ભોજનાલય પણ બંધ રહેશે.

વધુ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 કલાકથી ઓછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભોજન પર પ્રતિબંધ

વર્ષો જૂનો મેળાનું આયોજન રદ્દ

ઉત્તર ગુજરાતના ઊંઝાના ઐઠોર ગામે પ્રથમ દેવ ગણપતિનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ચૈત્ર માસમાં પરંપરા મુજબ શુકન મેળો યોજાતો હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, ત્યારે આ વર્ષે 14થી 16 એપ્રિલ દરમિયાન આ મેળો યોજાવાનો હતો. જો કે, રાજ્યમાં વણસતી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ મંદિર પણ બંધ

બોટાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આમ છતાં જિલ્લાના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને BAPS સ્વામિનારાયણ મંદિરે લોક કલ્યાણને ધ્યાનમાં રાખીને 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર અને તેના નીચે આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.