ETV Bharat / city

યુ.એન.મહેતા હોસ્પિટલનું ફેક ફેસબુક પેજ બનાવી ડૉક્ટરે અફવા ફેલાવી, સાયબર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ - સાયબર ક્રાઈમ બ્રાન્ચ

યુ.એન. મહેતા હોસ્પિટલ (Un Mehta Hospital)ના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ (Fake Facebook Account) બી.જે મેડિકલ કોલેજ (B.J. Medical College)ના જ સ્ટુડન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલા ડૉક્ટર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ અત્યારે હૉસ્પિટલનું ફેક આઇડી બનાવનારની પૂછપરછ કરી રહી છે.

યુ.એન.મહેતા હોસ્પિટલનું ફેક ફેસબુક પેજ બનાવી ડૉક્ટરે અફવા ફેલાવી

author img

By

Published : Oct 29, 2021, 8:08 PM IST

Updated : Oct 30, 2021, 9:34 AM IST

  • યુ.એન.મહેતા હોસ્પિટલનું ફેક પેજ બનાવી અફવા ફેલાવવાનો મામલો
  • સાયબર ક્રાઇમે ડોક્ટર રોનક શાહની કરી ધરપકડ
  • ડોકટર હિંમતનગરમા હ્રદયમ હોસ્પિટલના માલિક છે

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલ (Un Mehta Hospital)ના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ (Fake Facebook Account) બનાવી ‘હોસ્પિટલ ટૂંક સમયમાં બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર થશે નહીં, હોસ્પિટલ હવે એપ્રિલ-2022માં કાર્યરત થશે. તકલીફ બદલ અમે દિલગીરી છીએ’; આ પ્રકારની પોસ્ટ મૂકનાર આરોપીની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલા ડોક્ટરે ફેક એકાઉન્ટ બનાવ્યું

બી.જે મેડિકલ કોલેજ (B.J. Medical College)ના જ સ્ટુડન્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલા ડૉક્ટર રોનક શાહે આ ફેક એકાઉન્ટ બનાવી પોસ્ટ મૂકી હતી. ડૉક્ટર પોતે કાર્ડિયોલોજિસ્ટ છે અને હિંમતનગરમાં પોતાની 'હ્રદયમ હોસ્પિટલ' ધરાવે છે. અત્યારે પોલીસ યુ.એન મહેતા હોસ્પિટલનું ફેક આઈડી શા માટે બનાવ્યું તેને લઇને પૂછપરછ કરી રહી છે. આ મામલે યુ. એન. મહેતા હોસ્પિટલમાં નેટર્વક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દેવાંગ પટેલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.

ફેસબુક પેજ ખોલતા હૉસ્પિટલનું જ ફેક પેજ જોવા મળ્યું

તેમણે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UN Mehta Institute of Cardiology and Research Center)નામનું ફેસબુક એકાઉન્ટ રેગ્યુલર અપડેટ કરે છે જેમાં હોસ્પિટલની ઇવેન્ટ કે કોઇપણ પ્રસંગના ફોટા અને માહિતી અપડેટ કરવામાં આવે છે. તા.18 ઓક્ટોબરના રોજ તેમણે હોસ્પિટલના પ્રોગ્રામની અપડેટ જોવા માટે ફેસબુકનું પેજ ખોલતા હોસ્પિટલ જેવું જ બીજું પેજ ખૂલ્યું હતું.

હોસ્પિટલના ડાયરેક્ટરનો નંબર લખવામાં આવ્યો હતો

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ફેક એકાઉન્ટમાં હોસ્પિટલના તમામ ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા અને નીચે પરમેનેન્ટરી ક્લોઝ એવું લખાણ લખવામાં આવ્યું હતું. ફેસબુક પેજમાં મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી નંબર લખવામાં આવ્યો હતો, જે હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલનો હતો. તેમના એડમિનને વાત કરતા તેમણે પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફેસબુક એકાઉન્ટ ફેક છે. ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું એકજ રટ્ટણ ''વિડીયોગ્રાફી અંગે મને કોઇ જાણ નથી'', આવતીકાલે ફરી સુનાવણી

આ પણ વાંચો: વિકલાંગ શિક્ષકની પ્રેમિકા અને તેના પતિએ કરી હત્યા

Last Updated : Oct 30, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.