- સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- આત્મહત્યાનું કારણ અકબંધ
- ચિરાગ ચૌધરી નામના ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- હાલ ડોક્ટરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અમદાવાદ: શહેરમાં દિવસે દિવસે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબએ આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કર્યાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના એડી સુપ્રિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણવ્યું હતું કે, સિનિયર ડોક્ટર ચિરાગ ચૌધરીએ PG હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કરનારા તબીબને ઇમરજન્સીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: એક સાથે અઢી હત્યા... કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ
ઇન્જેક્શનમાં ઝેરી દવા મિલાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
હાલ આત્મહત્યાનો પ્રયાસ કરનારા તબીબ ક્રિટીકલ સ્થિતિમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. હજુ આત્મહત્યાના પ્રયાસ (Attempted suicide) નું કારણ અકબંધ છે. હાલ પ્રેમ પ્રકરણ (Love chapter) માં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મૂળ સાપુતારાના રહેવાસી ચિરાગ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ ચૌધરી સિનિયર રેસિડેન્ટ તબીબ છે. હોસ્ટેલમાં સોમવારે રાત્રે સમગ્ર રાત દરમિયાન બબાલ ચાલી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા : માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 2 બાળકીઓનો બચાવ
શાહીબાગ પોલીસે તપાસ શરુ કરી
પ્રેમ પ્રકરણમાં અંતે તબીબે આ પગલું ભર્યું હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. વધુમાં કિડની વિભાગના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide) કરનારા તબીબ ડો. ચિરાગ ચૌધરી એનેસથેસિયા વિભાગમાં ફરજ બજાવે છે. ડો. ચિરાગ ચૌધરી કિડની હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા. જે બાદ છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તબીબને બચાવવા માટે કિડની હોસ્પિટલ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તબીબ બહુ સારા હતા તેમને કેમ આવું પગલું ભર્યું તે સમજાતું નથી. આ સમગ્ર પ્રકરણ મામલે શાહીબાગ પોલીસે પણ તપાસ શરુ કરી છે.
- ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના સરદાર બ્રીજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જેથી ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ સમયે ત્યાંથી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પર પસાર થઇ રહ્યા હતા. લોકોનું ટોળું જોઈ તેઓએ ત્યાં કાર રોકી હતી અને ઘટના જાણ્યા બાદ તાત્કાલિક મહિલાને બચાવવા માટે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. બીજી તરફ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી મહિલાને તાપી નદીમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે.
- આ ઉપરાંત 18 ઓક્ટોબરે ભાવનગર (Bhavnagar) ની સર ટી હોસ્પિટલમાં સાતમા માળે નર્સિંગની (Nursing) એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી દીધું હતુ. યુવતીએ જીવન શા માટે ટૂંકાવ્યું તેના પર સસ્પેન્સ યથાવત છે. હોસ્પિટલના બનાવ બાદ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ધટના સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.