ETV Bharat / city

CM Bhupendra Patel Visit Dholera Sir: મુખ્યપ્રધાને કહ્યું- "વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે" - વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર

દેશના 100 સ્માર્ટ શહેરોના વિકાસની યોજનામાં ગુજરાતના ધોલેરા સર (Know Dholera SIR) અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2022માં આયોજિત 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં (Vibrant Gujarat Global Summit 2022) ઉપસ્થિત રહી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Visits Dholera Sir) સૌ ઉદ્યોગકાર- રોકાણકારોને ધોલેરા સરની (Dholera SIR) મુલાકાત બાદ આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ધોલેરા સરમાં ચાલી રહેલા પ્રકલ્પોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

Dholera Sir: મુખ્યપ્રધાને Dholera SIRની મુલાકાત લીધી, કહ્યું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે

author img

By

Published : Dec 4, 2021, 7:37 AM IST

  • ધોલેરા સરને રાજ્ય અને દેશ માટે ખૂબ મહત્વનું ગણાવતાં મુખ્યપ્રધાન
  • પ્રકલ્પોની પ્રગતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  • VGGS 2022ને લઇ ઉદ્યોગજગતને આપ્યો મહત્ત્વપૂર્ણ સંદેશો

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની (Dholera SIR) મુલાકાત (CM Bhupendra Patel Visits Dholera Sir) લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને વૈશ્વિકસ્તરે સ્માર્ટ સિટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું, તે સાકાર થઇ (Know Dholera SIR) રહ્યું છે, તેમણે આત્મનિર્ભર ભારત-‘‘મેક ઇન ઇન્ડીયા’’નો (Make In India) જે મંત્ર આપ્યો છે તેને દેશ-વિદેશના ઊદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને 100 ટકા ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર કૃતસંકલ્પ હોવાનું જણાવી મુખ્યપ્રધાને આ નિર્ધાર પૂર્ણ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો: 15th Angie Mac Trade Show 2021 : સીએમ ભૂપેન્દ્ર પટેલે એન્જિ મેક સ્ટોલ્સની મુલાકાતમાં શું જોયું?

ધોલેરાને ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા સરકાર કાર્યરત

શહેરોની વધતી વસતી અને ગીચતાના વિકલ્પરૂપે મોટા શહેરોને સેટેલાઇટ સિટી તરીકે તેમજ મધ્યમ કદના શહેરોને આધુનિક બનાવવા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરામાં પર્યાવરણ જાળવણીનો પણ ખ્યાલ રાખીને ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

ધોલેરા એસ.આઈ.આર(SIR)ની ખાસિયતો

920 ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલ ધોલેરા એસ.આઈ.આર(SIR) સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું છે. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સંતુલિત એવા આ વર્લ્ડ ક્લાસ, ન્યુ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ડ સિટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે અને તેની ભૂમિકા આપવામાં આવી હતી.

બેસ્ટ પોટેન્શિયલ વિશે જાણકારી

આ ઓથોરિટી સંલગ્ન લેન્ડ ટાઇટલ ક્લિયરન્સ સાથે મોટી જમીનો, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, પ્લગ એન્ડ પ્લે ફેસેલીટી, સૌથી ઓછા વીજ દર, કનેક્ટિવિટી જેવી સમયાનુકુલ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઊદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. તદ્ઉપરાંત એક હજાર એકર વિસ્તારમાં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે. ધોલેરામાં માત્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જ નહીં, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે, એની વિસ્તૃત છણાવટ મુખ્યપ્રધાને કરી હતી.

આ પણ વાંચો:Ahmedabad Municipal Corporation: કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નહિ યોજાય "કાંકરિયા કાર્નિવલ"

“ધોલેરા અ ન્યુ એરા”ની પરિકલ્પના

ધોલેરા-સરથી સાડા ત્રણસો કિલોમીટરની રેડિયસમાં આવેલા અમદાવાદ શહેર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા-સરને સીમલેસ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પાડવામાં આવશે, તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત છે. ધોલેરામાં આધુનિક આંતરમાળખુ, શ્રેષ્ઠ કનેક્ટીવીટી, સસ્ટેનેબિલિટીને કેન્દ્રમાં રાખીને કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, સ્વાયત્તતા, ફાસ્ટટ્રેક એપ્રૂવલ સહિતની અનેક વિશેષતાઓ “ધોલેરા અ ન્યુ એરા”ની પરિકલ્પનાને ચરિતાર્થ કરે છે. ધોલેરા સર, ગિફ્ટ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Global Summit 2022) જેવા અનેક પ્રકલ્પો અને આયોજનોથી ગુજરાતને ન્યુ એરા-નવા યુગમાં લઇ જવાનો પ્રયાસ સફળ થયો છે. મુખ્યપ્રધાને ધોલેરામાં થઇ રહેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પ્રગતિ માટે અધિકારીગણને અભિનંદન પાઠવ્યાં હતાં.

ફોર લેનનો 32 કિ.મી ઇન્ટરનલ રોડ

મુખ્યપ્રધાને ધોલેરામાં વર્લ્ડ કલાસ કોર ઇન્ફ્રાસ્ટ્રકચર જેમાં ફોર લેનનો 32 કિ.મી ઇન્ટરનલ રોડ 150 MLD વોટર સપ્લાય જેવી સુવિધા વિસ્તારવાનો ખ્યાલ આપ્યો હતો, તેમની સાથે આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, આ પ્રકલ્પથી સમગ્ર વિસ્તારમાં સર્વગ્રાહી પરિવર્તન આવ્યું છે અને તેમણે ધોલેરા સરને ગુજરાતનું ઘરેણું ગણાવ્યું હતું. મુખ્ય કારોબારી અધિકારી હરિત શુક્લાએ જણાવ્યું કે, સ્વતંત્ર ભારત પછી ધોલેરા જેટલું આટલું મોટું શહેર વિકસ્યું નથી, તેમણે ધોલેરામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.