ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા 26 એપ્રિલથી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તેની સામે રાજ્યના ડીજીપીએ પણ કડક શબ્દોમાં જણાવી દીધું છે કે, રાજ્ય સરકારે ભલે દુકાનો ખોલવાની છૂટ આપી છે, લોકડાઉનનો 3 મે સુધી કડક અમલ કરવામાં આવશે. પરંતુ લોકડાઉન સુધી 2 વ્હીલરમાં ફક્ત 1 જ વ્યક્તિ અને કારમાં ફક્ત 2 જ વ્યક્તિ સવારી કરી શકશે.
આ બાબતે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં શક્ય તેટલું લોકડાઉનનું પાલન કરવા પ્રયત્ન કરીએ છીએ, કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ 2 વ્હીલરમાં 1 અને 4 વ્હીલરમાં 2 જ વ્યક્તિ હોવી જોઈએ, જો ગાઈડ લાઈન અનુસાર નહિ થાય તો દંડ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. જ્યારે પોલિસનું કામ હવે ક્લસ્ટર ઝોનમાં વધુ રહેશે. સરકાર દ્વારા દુકાનો ખોલવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેેને લઈને પોલિસનું ધ્યાન ફક્ત ક્લસ્ટર ઝોન જ છે. ઉપરાંત ક્યાંય વધુ ભીડ થતી હોય તો પોલિસને જાણ કરવાની સૂચના જાહેર જનતાને પોલિસ વડાએ આપી છે. આમ, રાજ્યમાં 29 જેટલા લોકડાઉન ભંગના ગુનાઓ નોંધાયા જે તમામ કન્ટ્રોલ મેસેજને આધારે નોંધાયા.
લોકડાઉન દરમિયાન રાજ્યમાં પોલિસ પર અનેક હુમલા થયા છે. જેને લઈને ડીજીપીએ જણાવ્યું હતું કે, પોલિસ પર થયેલા હુમલામાં તમામ આરોપીઓને PASAની સજા કરવામાં આવી છે. અમદાવાદના સરદારનગર પોલિસ પર થયેલ હુમલામાં તમામ આરોપીઓની ધરપકડ કરી PASA હેઠળ તમામ આરોપીઓને સુરત જેલ મોકલ્યા છે. તેમજ ભરૂચના કાવી પોલિસ પર હુમલો કરનાર 5 આરોપીની ધરપકડ પણ PASA હેઠળ કરવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 35 જેટલા આરોપીની ધરપકડ જેઓએ પોલિસ પર હુમલા કાર્યા હતા તમામને PASAની સજા થઈ છે.
• 24 અને 25 એપ્રિલના ગુનાઓની વિગત
• જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2263
• કવોરોન્ટાઈન કરેલા વ્યકિતઓ દ્વારા કાયદા
ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 991
• અન્ય ગુનાઓ : 413
(રાયોટીંગ/Disaster Management Actના)
• આરોપી અટકની સંખ્યા : 4500
• જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 3599
• ડ્રોનની મદદથી દાખલ થયેલા ગુનાઓ : 376
• CCTVની મદદથી દાખલ થયેલા ગુનાઓ : 79
• અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 20
• હાલ સુધીમાં 1,09,272 વાહન મુક્ત કરવામાં આવેલા છે.
• સોસાયટીના CCTV આધારે 257 ગુનાઓ દાખલ કરી 444 લોકોની અટકાયત કરવામાં આવેલી છે.
• ANPR આધારે 480 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે.