ETV Bharat / city

અમદાવાદમાં ચોથી સરકારી સ્માર્ટ શાળાનું લોકાર્પણ - અમદાવાદ ન્યુઝ

અમદાવાદની ચોથી સ્માર્ટ શાળાના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક સંબોધન દરમિયાન જણવ્યું કે, ભાર વિનાના ભણતરની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ શાળાઓમાં નવીનતમ શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે, જે હવે છેવાડાના ગામડાઓ સુધી સ્માર્ટ શાળા થકી પહોંચશે.

Dedication of 4th Government Smart School in Ahmedabad
અમદાવાદમાં ચોથી સરકારી સ્માર્ટ શાળાનું લોકાર્પણ
author img

By

Published : Nov 5, 2020, 9:38 PM IST

  • અમદાવાદમાં ચોથી સ્માર્ટશાળાનો પ્રારંભ થયો
  • શહેરમાં 11 સ્માર્ટ શાળાના નિર્માણ માટે મંજૂરી
  • ગુજરાતમાં ટેકનોલોજી સાથેની શાળાઓ બની રહી છે

અમદાવાદઃ મેટ્રો સિટિમાં ચોથી સ્માર્ટ શાળાના લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણપ્રધાને કહ્યું કે, તાજેતરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અતર્ગત રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી સ્માર્ટ શિક્ષણ પહોંચી રહ્યુ છે. વર્ષ 2015થી 2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં 3 લાખ 50 હજારથી વધુ વિધાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી રાજ્ય સરકાર દ્વારા કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્થાળાંતર કર્યુ છે. રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સરકારી શાળા પ્રત્યેનો વિશ્વાસ ઉત્તરોતર વધ્યો છે.

Dedication of 4th Government Smart School in Ahmedabad
અમદાવાદમાં ચોથી સરકારી સ્માર્ટ શાળાનું લોકાર્પણ
વૈશ્વિક વૈજ્ઞાનિક રેન્કિંગમાં ગુજરાતના વિધાર્થીઓ રાજ્યની સરકાર હસ્તક શાળાઓમાં સુવિધા સહ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. તો વૈશ્વિક વૈજ્ઞાનિક રેન્કિંગમાં ગુજરાતના 12 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. આ સૂચવે છે કે, વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે ઈનોવેશનનું પણ પ્રમાણ વધ્યુ છે.

લોકડાઉનમાં ઓનલાઈન માધ્યમથી શિક્ષણકાર્ય ચાલુ રખાયું

શિક્ષણ પ્રધાને વડાપ્રધાનને યાદ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે રાજ્યમાં ઘણી આફતને અવસરમાં પરિણમી હતી. હાલ કોરોના મહામારીમાં પણ દેશ અને રાજ્ય પર આવી પડેલી અણધારી આફત છે. જેને ધ્યાનમાં લઇને અમે 15 માર્ચથી શિક્ષણકાર્ય મોકૂફ રાખ્યુ હતું. આ આફતને અવસરમાં પરિણમવા અને રાજ્યના બાળકો માટે શિક્ષણનો પ્રવાહ અવિરત વહેતો રાખવા વંદે ગુજરાત, બાયસેગ અને ડી.ડી. ગીરનારના માધ્યમથી શિક્ષણ વર્ગ ચલાવવામાં આવ્યા હતા.

સ્માર્ટ સ્કૂલથી રાજ્યમાં શિક્ષણશ્રેત્રે નવા અધ્યાયની શરૂઆતઃ પાટીલ

લોકસભા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ પ્રસંગે કહ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ દ્વારા સ્માર્ટ સ્કૂલની શરૂઆતે રાજ્ય શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત કરી છે. સરકારી શાળાઓએ દેશને શ્રેષ્ઠ તબીબો, એન્જીનીયર અને શિક્ષકો આપ્યા છે. સ્માર્ટ શાળા થકી મળનારા સ્માર્ટ શિક્ષણ આ પરંપરાને જાળવી રાખવામાં મદદરૂપ બનશે. ગત ઘણા વર્ષોથી રાજ્ય સરકારની શાળાઓના રંગ, રૂપ, માળખાગત સુવિધાઓ અને ગુણવત્તાઓ બદલાઇ છે. જેમાં સ્માર્ટ શાળાએ વધુ એક છોગુ ઉમેર્યુ છે.

મારો સાંસદનિધીનો ખર્ચ શિક્ષણમાં થયોઃ સાંસદ કિરિટ સોલંકી

અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરિટ સોલંકીએ કહ્યુ કે, મારી આ ટર્મની સાસંદનિધીનો મોટાભાગનો ખર્ચ શિક્ષણ માટે થઇ રહ્યો છે, તેનો મને આનંદ છે. અમદાવાદમાં અમરાઇવાડી, કાંકરીયા, અસારવા અને એલીસબ્રીજ-વાસણા વોર્ડમાં 2 કરોડ 29 લાખના ખર્ચે સ્માર્ટ શાળાઓ કાર્યરત થઇ છે.

અદ્યતન સુવિધાઓથી સજ્જ છે સ્માર્ટ શાળાઓ

ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં નિર્માણાધીન 11 સ્માર્ટ શાળાઓ પૈકી અમદાવાદના અમરાઇવાડી વોર્ડમાં કાર્યરત થયેલી ઇન્દ્રપુરી સ્માર્ટશાળાએ ચોથી સ્માર્ટશાળા બની છે. ઇન્દ્રપુરી સ્માર્ટ શાળામાં પ્રિ-એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશન ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વર્કિંગ મોડેલ અને ટીચર ટ્રેનીંગ એલ.ઇ.ડી. ટીવી સાથે, સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ પ્લેનેટોરિયમ, ટેલિસ્કોપ, ગુગલ ક્લાસરૂમ, ફેન્સી બેન્ચીસ, ફ્યુચર ક્લાસ ફોલ્સ સીલીંગ, મલ્ટી પ્લે સ્ટેશન અને આઉટડોર ગવર્મેન્ટ ફેન્સી બેન્ચીસ અને રબર મેટ, 3D પેઈન્ટ, સીસીટીવી કેમેરા, એલઈડી ટીવી, વ્હાઇટ બોર્ડ અને લોકર્સ જેવી અદ્યતન સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.