- મુંબઇના બે મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
- ભુજવાલા પાસેથી ખરીદ વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું.
- ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ( Crime Branch Ahmedabad) મુંબઈના અફાક બાવાને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ સ્થિત સપ્લાયર ફરહાન તથા રેહાન પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફરહાનખાનની તપાસ કરતાં તે NDPSનાં ગુનામાં સેન્ટ્રલ જેલ થાણેમાં કેદ હોવાનું ખુલ્યું હતું.
બન્ને આરોપીઓ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોવાની હકીકત સામે આવી
તેની પુછપરછ કરતાં ડ્રગ્સનો જથ્થો મોટા ડ્રગ્સ માફિયા પરવેઝ ઉર્ફે ચિન્કુ પઠાણ, નસરૂલ્લાખાન પઠાણ તથા આરીફ ઉર્ફે બોસ યાકુબ ભુજવાલા પાસેથી ખરીદ વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. જે બન્ને આરોપીઓ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોવાની હકીકત સામે આવી હતી. તેઓની અટકાયત કરીને પુછપરછ કરતા બન્ને મુંબઇ ખાતે એમ.ડી ડ્રગ્સના મુખ્ય સ્પ્લાયર છે અને દુબઇ ખાતે રહી ભારતમાં MD ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા સુત્રધાર કૈલાશ રાજપુત તેના માણસ સિકંદર મારફતે ચલાવતા હતા. હાલ આ બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમબ્રાંચે (Crime Branch Ahmedabad) ધરપકડ કરી ડ્રગ્સ કૌભાંડનાં મોટા માથા સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ બાદ સુરતમાં પણ લગભગ 1 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ મળ્યું
આ પણ વાંચો: અમદાવાદ: ATSએ વલસાડથી 274 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4ને ઝડપી લીધા