- હવામાન પલટતા ડોકટરોએ ચિંતા વ્યક્ત કરી
- બે ઋતુઓના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ
- લોકોને તકેદારી રાખવા સલાહ અપાઇ
અમદાવાદ: હમણાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ડોકટરોએ ચિંતા વ્યક્ત કરી છે. વાતાવરણ બદલાતા કોરોના વધુ વકરવાની સંભાવના છે. ગરમી અને ઠંડી એમ બંને ઋતુને કારણે સંક્રમણ વધી શકે છે તેવું AMA ના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ જણાવ્યું હતું. તેમણે તમામ લોકોને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવા જણાવ્યું હતું.
કેવી રીતે વધી શકે કોરોનાનું સંક્રમણ?
સામાન્ય રીતે બે ઋતુઓ ભેગી હોય ત્યારે હવામાં વાઇરસ અને બેક્ટેરિયાનું સંક્રમણ વધે છે. ઠંડીવાળા વાતાવરણમાં કોરોના વાઇરસ પર દબાણ થતું હોવાથી વાઇરસ જમીન તરફ ધકેલાય છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે.