ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 10 કેસ નોંધાયા, 14 દર્દીઓ કોરોના માત આપી - top news

રાજ્યમાં હવે કોરોના પર હવે લગામ લાગી રહ્યો છે ત્યારે છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 14 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 10 કેસ નોંધાયા

author img

By

Published : Aug 28, 2021, 8:58 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 14 દર્દીઓ કોરોનાને માત આપી
  • રાજ્યમાં કોરોના પર લાગ્યા લગામ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 14 દર્દીઓએ કોરોના ને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં અને 2 જિલ્લા મહિસાગર અને બરોડાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

4,32,039 લોકોનું થયું રસીકરણ થયું
રાજ્યમાં આજે 27 ઓગષ્ટના રોજ 4,32,039 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,54,69,490 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 2,27,450 નાગરિકને પ્રથમ ડોઝ અને 74,093 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.54 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે વેક્સિનેશન બંધ
રાજ્યમાં તહેવારનો માહોલ છે ત્યારે રવિવારે 29 તારીખે વેક્સિનેશન રવિવારના કારણે બંધ રાખવામાં આવશે જ્યારે 30 સપ્ટેમ્બર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ રાજ્યમાં તમામ સેન્ટર્સ ઉપર વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. આમ તહેવાર નિમિત્તે રાજ્યમાં બે દિવસ સુધી વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 151 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 149 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,081 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,154 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.