ETV Bharat / city

બેરોજગાર બંગાળી કારીગરે વતનની વાટ પકડી - ધંધા-રોજગાર ન્યૂઝ

એક તરફ કોરોનાએ કહેર મચાવ્યો છે. બીજી તરફ અનેક લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હર હંમેશ માટે ધમધમતા રહેતા સોની બજાર પર પણ વિપરીત અસર જોવા મળી છે. કોરોના અને લોકડાઉનના ડરથી સોની કામ સાથે સંકળાયેલા લગભગ બે લાખ જેટલા બંગાળી કારીગરોએ વતનની વાટ પકડી છે.

કોરોનામાં સોની બજાર પર માઠી અસર
કોરોનામાં સોની બજાર પર માઠી અસર
author img

By

Published : May 19, 2021, 7:41 AM IST

  • કોરોનામાં સોની બજાર પર માઠી અસર
  • બેરોજગાર બનેલા બે લાખ જેટલા બંગાળી કારીગરોએ વતનની વાટ પકડી
  • 4 લાખ જેટલા કારીગરો સોની કામની રોજગારી અર્થે ગુજરાતમાં કરે છે વસવાટ

અમદાવાદ: ગુજરાત રાજ્ય દેશના અનેક નાગરિકો માટે રોજગારીનું હબ બન્યું છે. ત્યારે કલકતા તરફથી લગભગ 4 લાખ જેટલા કારીગરો સોની કામની રોજગારી અર્થે ગુજરાતમાં વસવાટ કરે છે. જો કે કોરોનાની બીજી લહેર એ તેઓનું જીવવું હરામ કરી દીધું છે.

બેરોજગાર બંગાળી કારીગરે વતનની વાટ પકડી

આ પણ વાંચો: બેરોજગાર આંદોલન મામલે આગામી રણનીતિ

બંગાળી કારીગરોએ વતનની વાટ પકડી

એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ લોકડાઉનની ભીતિ એ બે લાખ કારીગરો પોતાના વતન તરફ પરત વળ્યા છે. ત્યારે હાલમાં સોનાના વેપારીઓને પણ તે લોકોના પગારો પોષાય તેમ ન હોવાથી તેઓને છુટા કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાને કારણે વેપાર-ધંધા બંધ હોવાથી જે મજૂરી કરીને કમાય છે. તે લોકોએ હવે વતનની વાટ પકડી છે.

આ પણ વાંચો: અરવલ્લી મંડપ એસોસિએશને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વ્યથા રજુ કરી

સોની કામ કરતા કારીગરો બેકાર

રઉફ બંગાળીનું કહેવું છે કે, કોરોનાના કારણે સોની કામ કરતા કારીગરો બેકાર બન્યા છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સરકાર દ્વારા લોકડાઉનનો કોઈ ચોક્કસ સમય આપવામાં આવતો નથી, કે કેટલા સમય સુધી લોકડાઉન રહેશે. તેનો સમય નિશ્ચિત નથી, પરિણામે લોકો ડરના માર્યા ગુજરાત છોડી રહ્યા છે અને વતનમાં પરત ખેતીના કામે લાગી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.