અમદાવાદઃ વિદ્યાર્થીઓમાં કોરોના કેસ આવ્યા બાદ શાળાઓમાં ઓફલાઈન ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે (Corona increased school attendance decreased) ઘટી રહી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં થોડા દિવસ સ્કૂલે ન આવેલા વિદ્યાર્થીઓ ઓનલાઈનથી ભણી ફરી કંટાળ્યા બાદ વિદ્યાર્થીઓ ફરી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે આવી રહ્યા છે. આમ વિદ્યાર્થીઓની સંખ્યામાં કોરોનાના કારણે વધઘટ ઓફલાઈન શિક્ષણમાં (Corona Fear in Students) જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓને થઇ રહ્યો છે કોરોના
અમદાવાદમાં આઠ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઓમિક્રોનના આવ્યા બાદ કોરોના કેસોમાં વધારો છેલ્લા 25 દિવસમાં જોવા મળ્યો છે તેમાં પણ જે કેસો ગત મહિને 25 થી 30 આવતા હતાં. તે અત્યારે 200થી પણ વધુ આવી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર પહેલાંથી જ રહ્યું છે ત્યારે અત્યારે પણ 200 જેટલા કેસોમાંથી સૌથી વધુ કેસો અમદાવાદમાં આવી રહ્યા છે. 90થી વધુ કેસો આવતા હોવાથી વાલીઓ પણ તેમના સંતાનોને સ્કૂલે મોકલવામાં ખચકાટ (Corona Fear in Students) અનુભવી રહ્યા છે, જેથી સ્કૂલોમાં વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો (Corona increased school attendance decreased)જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા તેના બીજા દિવસથી હાજરી 20 ટકા ઘટી ગઈ
શિક્ષણ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી સ્કૂલોમાં અમદાવાદમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કેમકે કોરોના ઉપરાંત ક્રિસમસની રજાઓ તેમજ ઓમિક્રોનના ભયના કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કેસો આવતા આ તફાવત જોવા મળ્યો હતો. પ્રાઇવેટ સ્કુલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર વાલીઓને તેમના સંતાનોને કોરોના થઈ જશે તેવો ભય હોવાથી આ ઘટાડો (Corona Fear in Students) જોવા મળ્યો છે. અમદાવાદમાં બીજી લહેર બાદ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા તેના બીજા દિવસથી 20 ટકા જેટલી સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ અન્ય વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા અને કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો જેના કારણે વિદ્યાર્થીની સંખ્યા અંદાજિત પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ 35 ટકા (Corona increased school attendance decreased) ઘટી છે.
આ પણ વાંચોઃ Gujarat Child Vaccination: 35થી 40 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન
સ્કૂલોમાં ઓફલાઇન, ઓનલાઇન કલાસ સાથે લેવાતા વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી
પહેલા ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે 60 ટકા આસપાસ વિદ્યાર્થીઓ આવતા હતાં. પરંતુ અત્યારે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું બીજું કારણ એ પણ છે કે જે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતાં તે અત્યારે ઓફલાઈન અને ઓનલાઈન બંને ક્લાસીસ એક સાથે લઈ રહ્યા છે. એટલે કે સ્ક્રીન પર સામે ભણી રહેલા વિદ્યાર્થીઓને તેઓ ભણાવી રહ્યા છે. આ ઉપરાંત ઓફલાઈન શિક્ષણ મેળવવા આવતા વિદ્યાર્થીઓ પણ તેમની સામે બેસીને ભણતા હોય છે. જેના કારણે ઓફલાઈન શિક્ષણ મેળવવાવાળા વિદ્યાર્થીઓ કોન્સટ્રેશન રાખી શકતા નથી. કેમકે શિક્ષકોને એક કલાસ એક જ સમય બંને સાઈડ લેવો પડી રહ્યો છે. જેના કારણે ઓફલાઇન ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી હોવાની ફરિયાદો પણ કેટલીક સ્કૂલોમાં આવી છે. જેથી નાછૂટકે કેટલાક ઓફલાઇન ભણતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ઓનલાઇન જ ભણવાની સલાહ આપી રહ્યાં છે. જેથી પ્રાઇવેટ સ્કૂલોમાં આ કારણથી ઘટાડો (Corona increased school attendance decreased) વધુ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ Corona Cases In Surat: સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા
વાલીઓએ સંમતિપત્ર સ્કૂલોને આપેલા છે તેઓ હવે કેન્સલ કરી રહ્યા છે
ઉદગમ સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં કોરોના કેસ આવ્યા બાદ આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે આ પ્રકારનો ઉતારચડાવ જોવા મળે છે. 50 ટકા વિદ્યાર્થીઓને ક્લાસમાં બોલાવવાના હોય છે જેમાં પાંચ દસ ટકાએ એપ્લાય આપ્યું જ નથી. કોરોનાની સાથે અત્યારે ક્રિસમસનો પણ માહોલ છે જેથી અત્યારે સંખ્યામાં (Corona increased school attendance decreased) ઘટાડો થયો છે. આ પહેલા 60થી 70 ટકા હાજરી રહેતી હતી. પરંતુ અત્યારે વાલીઓના (Corona Fear in Students) સંમતિપત્ર તેમને આપેલા છે તેઓ હવે કેન્સલ કરી રહ્યા છે. પરંતુ બે-ત્રણ દિવસ ઓનલાઈન બાળકો ઘરે ભણે તો ફરીથી તેઓ તેમના વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલે છે આ પ્રકારે સંખ્યામાં ક્યારેક વધઘટ પણ જોવા મળે છે.