- ઝાયડસ કેડિલા ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની
- કોરોના વેક્સિનનું રિસર્ચ પણ કરી રહી છે
- હિપેટાઈટીસની દવા કોરોનામાં અસરકારક
અમદાવાદ : ગુજરાતની ખૂબ જાણીતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલા કોરોનાની વેક્સિન બનાવવાની કામગીરીમાં જોડાયેલી છે, ત્યારે સોમવારના રોજ ઝાયડસ કેડિલાએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) પાસેથી હિપેટાઈટીસની દવા પેગિલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા2બીનો ઉપયોગ કોવિડ 19ની સારવારમાં કરવા માટે મંજૂરી માગી છે. ઝાયડસ કેડિલા દ્વારા જણાવાયુંં છે કે, પેગિલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા2બીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ આ દવાથી કોવિડ 19ની સરવારને લઈને ખૂબ સારા પરિણામ મળ્યા છે.
આ પણ વાંચો - ચીનમાં 'કોરોના કહેર' : ગુજરાતના ચિકિત્સકનો કોરોનાની દવા શોધ્યાનો દાવો
આ દવાથી દર્દી કોરોનાના સંક્રમણમાંથી બહાર આવે છે
કંપની પેગિહેપ બ્રાન્ડથી આ દવા બજારમાં વેચે છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શરૂઆતમાં જ આ દવાનો ઉપયોગ કરવામાં આવે તો દર્દી સંક્રમણમાંથી ખૂબ ઝડપથી બહાર આવે છે. અને તેમને કોઈ મુશ્કેલી પડતી નથી. ગત વર્ષે ચીન ઓસ્ટ્રેલિયા અને કેનેડા યુનિવર્સિટીના એક જૂથે વુહાનમાં કોરોના દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. તેમાં જે લોકોને ઈન્ટરફેરોન અલ્ફા2બી દવા આપવામાં આવી હતી, તેમનામાં કોરોના વાઇરસ ફેલાવવાના સમયમાં ખાસ્સો ઘટાડો નોંધાયું હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો - પતંજલિએ કોરોનાની દવા બનાવવાનો કર્યો દાવો