ETV Bharat / city

Contempt Of Court Hearing: હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર, પૂછ્યું- જરા પણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ? - કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાન દિલ્હી

ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રોડ (hearing in high court on broken road case) મુદ્દે જાહેર હિતની અરજી પર આપેલા આદેશનું પાલન ન થતા કન્ટેમ્પ્ટની અરજી ઉપર સુનાવણી (Contempt Of Court Hearing) દરમિયાન અમદાવાદ મનપા (ahmedabad municipal corporation)ની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રખડતા ઢોર (stray cattle in ahmedabad), દબાણ અને ખરાબ રોડના મુદ્દે મનપાને ખખડાવી હતી અને પૂછ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? હાઈકોર્ટે મનપાને કહ્યું હતું કે, ચાલો આપણે સાથે રોડની સ્થિતિ (road conditions in ahmedabad) જોવા જઈએ.

Contempt Of Court Hearing: હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર, પૂછ્યું- જરા પણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?

author img

By

Published : Dec 7, 2021, 4:08 PM IST

  • બિસ્માર રોડ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
  • કોર્ટે કહ્યું- કાગળ પર નહીં, રસ્તા ઉપર કામ દેખાવવું જોઈએ
  • રિપોર્ટ બન્યો પણ અમને વિશ્વાસ છે કે તેનો અભ્યાસ નથી કરાયો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2018માં બિસ્માર રોડ (Hearing in High Court On Broken Road Case) મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ઉપર કોર્ટે આપેલા આદેશનું પાલન ન થતા કન્ટેમ્પ્ટની અરજી ઉપર સુનાવણી (Contempt Of Court Hearing) થઈ હતી. કોર્ટે રખડતા ઢોર (stray cattle in ahmedabad), દબાણ અને બિસ્માર રોડ મુદ્દે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાયન્સ સિટી (science city ahmedabad)ના બ્રિજનો દાખલો આપતા સરકારની ઝાટકણી કાઢી હતી કે, બ્રિજ નીચેની જે સ્થિતિ હોય છે તે તમે ક્યારેય જોઈ છે? આવા દબાણ દૂર કરવાની જવાબદારી પોલીસની હોય છે કે પછી મનપાની?

શું તમને જરાપણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?

શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ (road conditions in ahmedabad) ઉપર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે બ્રિજ નીચેના તૂટેલા રોડ મુદ્દે કહ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? ચાલો આપણે રોડની સ્થિતિ સાથે જોવા જઈએ. હાઇવે અને શહેરના જુદા જુદા રોડ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, કયા રોડની જવાબદારી કોની હોય છે તે પણ જણાવો. સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ (road and building department gujarat)ના અધિકારી અને ટ્રાફિક પોલીસ (traffic police ahmedabad) પણ હાજર રહ્યા હતા.

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિશેષજ્ઞો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો

અત્યાર સુધીની થયેલી કામગીરી બદલ રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મનપાના સહિયારા સહકારથી ટ્રાફિક મુદ્દાની સમસ્યાઓ ઉપર અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દિલ્હી ખાતે આવેલી સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (central road research institute delhi)ના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ફેબ્રુઆરી 2021માં આવ્યો અને મહામારી બાદ મનપાને સોંપવામાં આવ્યો હતો, જેમાં 32 રોડ અને 24 જંક્શન છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે.

રિપોર્ટ આવ્યા બાદ કેટલી પ્રોગ્રેસ થઈ તે જણાવો

આ સાથે રિપોર્ટમાં ઘણા સુધારા સૂચવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કર્ણાવતી તરફના રોડને પહોળો કરવા પણ સૂચવવામાં આવ્યુ છે. જો કે રાજ્ય સરકારની પ્રોગેસ માટેની દલીલ સામે કોર્ટે સવાલ કર્યો હતો કે, રિપોર્ટ આવ્યા બાદ કેટલી પ્રોગ્રેસ થઈ તે જણાવો. રિપોર્ટ બાદ મનપા (ahmedabad municipal corporation)એ શું પ્રોગ્રેસ કરી તે મામલે જવાબ આપતા અમદાવાદ મનપાએ જણાવ્યું હતું કે, પેન્ડેમિક સ્થિતિને કારણે મશીનરી બંધ રહી હતી. આ સિવાય કોરોનાની અસરને કારણે મનપા પાસે ફંડની પણ અછત છે.

રિપોર્ટ તૈયાર થયા બાદ તેનો અભ્યાસ કોઈએ નથી કર્યો

જો કે મનપાની આ દલીલ સામે જસ્ટિસ એ. જે. દેસાઈ અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે આ રિપોર્ટ તૈયાર થયા બાદ તેનો અભ્યાસ કોઈએ કર્યો જ નથી. રોડનું કામ કાગળ ઉપર નહીં પણ રસ્તા ઉપર થયેલું દેખાવું જોઈએ. શહેરમાં રોડની સ્થિતિ અને જનતાએ ભોગવવી પડતી હાલાકી સામે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, દર વખતે એફિડેવિટ ફાઇલ કરવામાં આવે છે અને કામગીરી માટે સમય માંગવામાં આવે છે, પણ આ સામે કોઈ કડક પગલાં કેમ નથી લેવામાં આવતા? આપણે મજબૂત પગલાં લેવાની જરૂર છે. લોકો ટેક્સ ભરે છે છતાં તેમને સારા રોડ નથી મળતા અને હાલાકી ભોગવવી પડી રહી છે. જો સારા રસ્તા ન મળે તો ટેક્સ લેવો પણ બંધ કરવો જોઈએ.

આ પણ વાંચો: International Call Center : ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી ભારતમાં કોલ આવતા હોવાનો ખુલ્લાસો

આ પણ વાંચો: Crime Branch Ahmedabad : મુંબઇના બે ડ્રગ્સ સપ્લાયરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.