- ચૂંટણી જીતવા કોંગ્રેસની તૈયારીઓ શરૂ
- સામાન્ય જરૂરિયાતની બાબતો સાથે ઉતરશે મેદાનમાં
- અમદાવાદ મહાનગરપાલિકાની ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી
અમદાવાદઃ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેમામ પક્ષ દ્વારા તેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષના ઉમેદવારો જીતવા માટે રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પણ જીતવા માટે તમામ તૈયારીઓ કરી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા જનતાને રીઝવવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ
શહેરના તમામ 48 વોર્ડમાં કોંગ્રેસ દ્વારા અત્યારથી જ જનતાને રીઝવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શહેરમાં નાગરિકોને થતી સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પણ કોંગ્રેસ દ્વારા કામો કરાઈ રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને સાથે રાખી મિટિંગનું આયોજન
મહત્વનું છે કે, આગામી થોડા સમયમાં ચૂંટણીના પડઘમ પડે તેવા સંકેતો છે. ત્યારે તમામ જરૂરિયાત અને ચૂંટણીનું પરિણામ સારું આવે અને કોંગ્રેસની જીત થાય તે માટે કોંગ્રેસ દ્વારા તમામ કાર્યકર્તાઓને સાથે રાખી મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને જીતાડવું તમામ કાર્યકર્તાઓ માટે અઘરુ બની રહે તેવી પણ શક્યતાઓ છે. ચૂંટાયેલા કાઉન્સિલર અને નેતાઓની સમય મર્યાદા પૂર્ણ થાય અને તેના થોડા સમય પહેલા જ વિપક્ષના નેતા તરીકે કમળા બેન ચાવડાની નિમણુંક કરવામાં આવી હતી, ત્યારે હવે આ ચૂંટણી તેમના કાર્યકાલ માટે ખૂબ જ મહત્વની બની રહશે.