- અમદાવાદમાં કોંગ્રેસના ભાજપ સરકાર સામે આક્ષેપ
- સરકારના રોજગાર દિવસ સામે કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન
- અમદાવાદના સરદારબાગ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
અમદાવાદઃ કોંગ્રેસે ( Congress ) ભાજપ સરકાર પર શાબ્દિક ચાબખા ફટકારતાં જણાવ્યું કે મંદી-મોંઘવારી-મહામારી-બેરોજગારી-અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની જનતા કપરા સમયમાં પોતાનું જીવન વ્યતિત કરી રહી છે. ત્યારે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતારૃપી શાસનની વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્સના-પરસેવાના નાણા તાયફાઓ પાછળ વેડફી રહી છે તેવો ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.
કોંગ્રેસના જનસંપર્ક અભિયાન દ્વારા ભાજપ સરકાર સામે આક્ષેપ સરકારના રોજગાર દિવસ સામે કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહ્યાં ઉપસ્થિત 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારની ખોટી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ થયું આજે 40 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે : અમિત ચાવડા લાખોની સંખ્યામાં યુવાનોનું ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગના નામે શોષણ થાય છે : અમિત ચાવડા સરકાર યુવાનોની માફી માગવાને બદલે ઉજવણી કરી રહી છે સરકાર રોજગારી ન મળે ત્યાં સુધી યુવાનોને ભથ્થું આપે સરકાર પ્રજાના પૈસાએ તાયફા અને ઉજવણી કરી રહી છે ત્યારે અમે યુવાનો માટે લડત લડીશું ડોકટરોએ જીવન જોખમે લોકોના જીવ બચાવ્યાં છે : અમિત ચાવડા મહામારીમાં ડોકટર પર પુષ્પવર્ષા સરકાર કરતી હતી જ્યારે આજે તેની વાત સાંભળવામાં નથી આવતી આજે ડોકટર પોતાના હક માટે લડી રહ્યાં છે ત્યારે તેમની માગણી સ્વીકારવામાં આવવી જોઈએ: અમિત ચાવડા સરકાર ડોકટરને દબાવવાનો પ્રયાસ કરી રહી છે : અમિત ચાવડા |
અમિત ચાવડાઃ સરકારને શરમ આવી જોઈએ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ( Gujarat Congress President Amit Chavda ) જણાવ્યું હતું કે 25 વર્ષમાં શાસન કરતી ભાજપની સરકારમાં શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યમાં 40 લાખ જેટલા યુવાનો બેરોજગાર છે. ત્યારે ભાજપ સરકારના શાસન દરમ્યાન બેરોજગારી વધી છે. લાખો યુવાનોનું ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે. સરકારને શરમ આવી જોઈએ કે સરકારે યુવાનોની માફી માગવાને બદલે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર પ્રજાના પૈસે ઉજવણી અને તાયફા કરે છે પરંતુ અમે યુવાનો માટે લડીશું. કોરોના વોરિયર્સ ડોકટરને સરકાર પુષ્પવર્ષા દ્વારા સન્માન આપતી હતી ત્યારે હવે તે જ સરકાર તેમની વાત સાંભળતી નથી.સરકાર દ્વારા ડોક્ટરોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં બેરોજગારી હટાવો અભિયાન માટે લાલ દરવાજા સરદાર બાગ ખાતે ધરણાં કરવામાં આવ્યા હતાં. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
બેરોજગારોને ભથ્થું આપો
આ ઉપરાંત કોંગ્રેસ ( Congress )દ્વારા માગ પણ કરવામાં આવી છે કે યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી ભથ્થું આપવામાં આવે. ત્યારે આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ( Leader of Opposition Paresh Dhanani ) પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણેે જણાવ્યું હતું કે સરકારે શ્રમિક કાયદાઓને પાંગળા કરી દીધા છે અને તેમની પર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે રૂપાણી સરકાર માત્ર એક રિમોટથી ચાલતી સરકાર છે તેનું રિમોટ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતમાં કામ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: પેટ્રોલ અને ખાદ્યતેલ બાદ હવે ફળના ભાવમાં પણ ઉછાળો
આ પણ વાંચોઃ રાજકોટમાં સિંગતેલના ભાવ કરતા કપાસીયા તેલના ભાવમાં વધારો