- મ્યુકરમાઇકોસિસ મામલે કોંગ્રી નેતા મનીષ દોશીનો સરકાર પર પ્રહારો
- AMCના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાઈ છે દેખાડો
- મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શન થયા મોંઘાદાટ: કોંગ્રેસ
અમદાવાદ: દેશમાં કોરોના મહામારી બાદ મ્યુકરમાઇકોસિસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન, ઈન્જેકશન મેળવવા માટે લોકો ભટકી રહ્યા છે. ત્યારે, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનિશ દોશીએ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેઓએ ગુજરાતની કડવી વાસ્તવિક પર ભાર મુક્યો છે.
આ પણ વાંચો: ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ
મનિષ દોશીએ રાજ્ય સરકાર પર શું કર્યા પ્રહારો?
- મ્યુકરમાઈકોસિસના દર્દીઓને રાજ્ય સરકારે રામભરોસે છોડી દીધા છે.
- રાજસ્થાનની કોંગ્રેસ સરકારે તમામ સારવાર મફત આપી છે તો ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓને મફત સારવાર કેમ નહી ?
- ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ દર્દીઓ (2281 સરકારી આંકડા મુજબ) હકીકતમાં 10,000 જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં સપડાયા
- મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શન થયા મોંઘાદાટ
- એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શનના 2900થી 3300ને બદલે 4563થી 5950 રૂપિયા આપવા પડશે
- દર્દીને સારવાર માટે કુલ 90થી 140 ઈન્જેકશન આપવા પડે છે
- તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો
- રેમડેસીવીર બાદ એમ્ફોટેરીસીન-બીના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ
- અગાઉ રેમડેસીવીર માટે પણ તારીખ વગર પ્રેસનોટ જાહેર કરાઇ હતી
- AMCના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાય છે દેખાડો
- પ્રેસનોટમા કેટલા ઇન્જેક્શનનો સ્ટોક AMC પાસે છે કેટલો સ્ટોક સરકાર પાસેથી મળ્યો છે તેવી વિગત નહી
- કેટલા દર્દીઓને AMC હોસ્પિટલમાં ઇન્જેક્શન અપાય છે તે વિગતો પણ છુપાવાઇ
- અધિકારીઓ અધુરી વિગત આપીને કામનો કરી રહ્યા છે દેખાડો
આ પણ વાંચો: કોરોના થયા બાદ કોને થઈ શકે મ્યુકરમાઇકોસિસ ? જાણો તબીબોનું મંતવ્ય