ETV Bharat / city

પીએમ મોદીના સિવિલ હોસ્પિટલ કાર્યક્રમને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યાં - Congress Spokesman Manish Doshi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલ પ્રોજેક્ટનું લોકાર્પણ (PM Modi Ahmedabad Kidney hospital inauguration ) કર્યું છે. ત્યારે પીએમ મોદીના સિવિલ હોસ્પિટલ કાર્યક્રમને લઈને કોંગ્રેસે પ્રહાર ( Congress Reaction on PM Modi Civil Hospital Visit ) કર્યા હતાં.

પીએમ મોદીના સિવિલ હોસ્પિટલ કાર્યક્રમને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યાં

author img

By

Published : Oct 11, 2022, 7:48 PM IST

અમદાવાદ પીએમ મોદીએ આજે સિવિલ હોસ્પિટલ સંકુલમાં 850 બેડ કિડની હોસ્પિટલનું લોકાર્પણ (PM Modi Ahmedabad Kidney hospital inauguration ) સંપન્ન કરાવ્યું છે. ત્યારે આ અંગે કોંગ્રેસે ( Congress Reaction on PM Modi Civil Hospital Visit ) આ દિશામાં કરેલા યોગદાનને યાદ કરાવવામાં આવ્યું હતું. સાથે પીએમ મોદીની મુલાકાતને લઇને દર્દીઓને પડેલી હાલાકીની વાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ( Congress Spokesman Manish Doshi ) જણાવ્યું હતું કે 'એશિયા ખંડની મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના કેન્દ્રની યુપીએ સરકાર વખતે ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં અપગ્રેડેશન ઓફિસ સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ ગુજરાતને 1200 કરોડ કરતાં વધુ રકમ ફાળવવામાં આવી હતી. એના કારણે વિવિધ પ્રકારો અને સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી અને આરોગ્ય સેવાઓ પણ વધી દરેક રાજ્યના ભાગરૂપે ગુજરાતને પણ આ સહાય આપવામાં આવી હતી.'

મોટાપાયે નિયમોનું સદંતર ઉલ્લંઘન

તમામ જગ્યાએ આવન જાવન ઉપર પ્રતિબંધ મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'આજે જ્યારે સિવિલમાં નવા નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન થાય છે. આની પહેલા અગાઉ પણ જે થઈ ચૂકી હોય એનું ફરીથી નવેસરથી ઉદ્ઘાટન થાય છે એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. સિવિલ હોસ્પિટલને છેલ્લા બે દિવસથી વડાપ્રધાનના આગમન પહેલાથી જ સંપૂર્ણ સલામતીના નામે પોલીસના પહેરામાં સોંપી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં તમામ જગ્યાએ આવન જાવન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ખાનગી વાહનોને પ્રવેશ આપવાનો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સને પણ પ્રવેશ આપવા દેવામાં આવતો નથી.'

દર્દીઓ દાખલ થયા હતાં તેમને તકલીફ મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'આની સાથે જે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ ક્રિટિકલ કેરમાં હોય, યુ એન મહેતા હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓ, કીડની હોસ્પીટલ, કેન્સર હોસ્પિટલ આ બધા દર્દીઓ છે તે બધા ક્રિટિકલ કેરના દર્દીઓ છે. સાથે જ હોસ્પિટલમાં બાળકો અને સિનિયર સિટીઝનો પણ છે. આ બધા દર્દીઓ જ્યાં રહેલા છે તે સાઇલેન્ટ ઝોનમાં છે. નિયમ હોવા છતાં અહીં મોટી સંખ્યામાં જનસભા કરવામાં આવી રહી છે. મોટાપાયે નિયમોનું સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે. આરોગ્ય સેવામાં જે દર્દીઓ દાખલ થયા હતાં તેમને તકલીફ પડી રહી છે.'

48 કલાકમાં કેટલાય ઓપરેશનો રદ થયા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 'આખા સિવિલ હોસ્પિટલની અંદર જે રીતના આખી ઘટના ઊભી કરવામાં આવી છે એ જોતા એવું લાગે છે કે 48 કલાકમાં કેટલાય ઓપરેશનો રદ થયા છે અને નવી તારીખો પણ આપવામાં આવી નથી. દર્દીઓને દાખલ કરવાનું અને ઓપીડી લેવાનું પણ બંધ છે. આ સાથે જ પેશન્ટને સારવાર આપવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. વસ્તુઓ એ દેખાડે છે કે તમે આરોગ્ય સેવામાં ઉમેરો કરવા આવ્યા છો કે માત્ર ઉદ્ઘાટન કરવા આવ્યા છો. જો એક એમ્બ્યુલન્સને રસ્તો આપી દેવાતા વાહ વાહ થતી હોય તો તો બે દિવસથી 50 થી 60 જેટલી એમ્બ્યુલન્સને અંદર આવવાની મનાઈ કરી દેવામાં આવી છે એ ગંભીર અને ચિંતાનો વિષય છે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.