ETV Bharat / city

Congress Allegation : ચોમાસાની કામગીરી અને લમ્પી વાયરસમાં ગાયોના મોતને લઇ કોંગ્રેસે સરકારને ભીડવી - Gujarat Kisan Cell

ગુજરાત વિધાનસભા વિપક્ષ દંડક સી.જે. ચાવડાએ (C J Chavda ) સરકાર પર ચોમાસાની પહેલાંની કામગીરી (Pre Monsoon work) તેમજ લમ્પી વાયરસ પશુઓના મોતને (death of cows in lumpy virus) લઈને સરકાર સામે આકરા પ્રહાર (Congress Allegation) કર્યા હતા. ભાજપ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવી આગામી સમયમાં કૉંગ્રેસ જાતે રાજ્યના દરેક તાલુકામાં સર્વે કરી તે સર્વેની કામગીરી સરકાર સોંપશે.

Congress Allegation : ચોમાસાની કામગીરી અને લમ્પી વાયરસમાં ગાયોના મોતને લઇ કોંગ્રેસે સરકારને ભીડવી

author img

By

Published : Jul 25, 2022, 2:40 PM IST

અમદાવાદ : રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદથી અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ (Crop Damage in Rain) થયો છે. જેના કારણે ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યમાં ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે. સાથે ગુજરાતમાં કુદરતી હોનારતથી થયેલા નુકશાનનો (Crop Damage in Rain) સર્વે પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ચાવડાએ ભાજપ સરકારની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યાં

કુદરતી આપત્તિ પહેલાંની કામગીરીમાં સરકાર નિષ્ફળ- વિધાનસભા વિપક્ષ દંડક સી. જે. ચાવડાએ (C J Chavda ) સરકાર પર રાજ્યમાં પડેલા ભારે વરસાદની કામગીરી લઈને આકરા પ્રહાર (Congress Allegation)કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વરસાદમાં કુદરતી આપત્તિ પહેલા સરકારે જે પગલાં (Pre Monsoon work)લેવા જોઈએ તે પગલાં લેવામાં સદંતર નિષ્ફળ રહી છે. ભારે વરસાદને કારણે રોડ ધોવાઇ જવા, નદીનાળામાં પૂર આવે ત્યારે લોકોને સ્થળાંતર કરવું, પુર બાદ જે રોગચાળો ફાટી નીકળે તે તેનાથી બચવા જે જરૂરિયાત દવાનો સ્ટોક કરવો જોઈએ તે કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ ધારાસભ્ય સામેથી પોતાના નામ જાહેર કરે : સી.જે.ચાવડા

સરકારની કામગીરી માત્ર કાગળ પર જ છે- lscCs (C J Chavda ) વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકાર કામગીરી કરે તો છે પણ તે માત્ર કાગળ સુધી હોય છે. તેને અમલમાં મુકવામાં આવતી નથી.રાહતની અનાજની દુકાનમાં જે અનાજનો સ્ટોક પહોંચવો જોઈએ તે પહોંચ્યો નથી. સરકાર દ્વારા જ્યા સહાય જરૂરિયાત છે ત્યાં આપી નથી અને જ્યા જરૂરિયાત નથી ત્યાં આપી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘરવખરીનો સામાન તણાઈ ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ (Crop Damage in Rain)નીવડ્યો છે. જેથી કૉંગ્રેસ દ્વારા અપીલ છે. આ ખેડૂતોને સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ "જો કોંગ્રેસની સરકાર આવશે તો, કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય", ચાવડાનો દાવો

રાજ્યમાં પૂરગ્રસ્ત તાલુકામાં સર્વે કરવામાં આવે-આ વર્ષ રાજ્યમાં ભારે પ્રમાણમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના સંદર્ભે કૉંગ્રેસ દ્વારા જે ખેડૂતોને નુકશાન (Crop Damage in Rain)થયું છે તેનો સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત સરકારની સાથે કૉંગ્રેસ પણ સર્વે કરશે જેથી કોઈ પણ કુદરતી આફતનો ભોગ બનેલ વ્યક્તિ સરકારની સહાયથી વંચિત ન રહી જાય જેને લઈ કૉંગ્રેસ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવશે.

મે માસમાં ગુજરાતમાં પ્રથમ લમ્પી વાયરસ કેસ સામે આવ્યો હતો- ગુજરાત કિસાન સેલના (Gujarat Kisan Cell ) ચેરમેન પાલ આંબલિયા જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. જ્યારે મે માસમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે સરકારને જાણ કરવામાં આવી હતી.પરંતુ તે સમય સરકાર આ બાબતે ગંભીરતા દાખવી નથી. આ લમ્પી વાયરસનો પરિપત્ર સરકારે 20 જુલાઈના રોજ જાહેર કર્યો હતો.

સરકારે ગાયોના મોતના આંકડા છુપાવ્યા- સરકાર સામે આક્ષેપ (Congress Allegation)કરતા જણાવ્યું હતું કે સરકારે માત્ર 3 થી 4 ટકા આંકડા જ જાહેર કર્યા છે. કચ્છના ભુજપુર ગામમાં 21 તારીખે 275 ગાયના મોત (death of cows in lumpy virus) થયાં હતાં. સરકારી ચોપડે માત્ર 9,000 છે.પરંતુ હકીકતમાં મોટી સંખ્યામાં ગાયના મોત થયા છે. સરકારી દ્વારા રસીકરણ 2 લાખ 87 હજાર બતાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.