અમદાવાદ: દર વર્ષે મકરસંક્રાંતિ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે આવે છે, જ્યાં તેઓ આરતી અને ગૌ પૂજન કરતા હોય છે પરંતુ આ વર્ષે તેમના નિકટના સંબંધીનું નિધન થયું હોવાથી તેમના ઉત્તરાયણના તમામ કાર્યક્રમ મોકૂફ રખાયા છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગૌ પૂજન કર્યું
આ વર્ષે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે (CM Bhupendra Patel visited Ahmedabad) આરતી અને ગૌ પૂજન (CM Bhupendra Patel paid obeisance to Jagannath) કર્યું હતું, જે બાદ ભિક્ષુકોને ચિકી અને સુખડીનું વિતરણ કર્યું હતું.
ભુપેન્દ્ર પટેલ ભાઈના ઘરે જશે
ઉતરાયણના પર્વે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પોતાના ભાઈ કેતન પટેલના ત્યાં નારણપુરા ખાતે શુભેચ્છા મુલાકાત તેમજ પર્વની ઉજવણી કરવા જગન્નાથ મંદિરથી રવાના થયા હતા.