ETV Bharat / city

મુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી - ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ (Mahatra Gandhi Jayanti) પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના એક ખાદી શો રૂમમાંથી ખાદી ખરીદી હતી. આ તકે દુકાનદારે જણાવ્યું હતું કે, ભુપેન્દ્રભાઈ ( CM Bhupendra Patel) ઔડાના ચેરમેનથી લઈને આજ સુધી દર 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી કરે છે.

cm bhupendra patel bought khadi
મુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી
author img

By

Published : Oct 2, 2021, 10:20 PM IST

  • ભારતના ઇતિહાસમાં ખાદીની છે ગૌરવવંતી ગાથા
  • ખાદી દરેક વ્યક્તિને શીખવે છે સ્વાવલંબન
  • મુખ્યપ્રધાન દર વર્ષે બાપુના જન્મદિવસે ખરીદે છે ખાદી

અમદાવાદ : સમગ્ર દેશ આજે શનિવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતી (Mahatra Gandhi Jayanti) ઉજવી રહ્યો છે. બાપુએ હંમેશા સ્વાવલંબનને સૌથી વધુ મહત્વ આપ્યું છે. આ માટે બાપુને બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવા અને ખાદીને અપનાવવાનો સંદેશ પાઠવ્યો હતો. ભારતની આઝાદીમાં આજે પણ ચરખાનો મહત્વ ભૂલી શકાય તેમ નથી, આજ મહત્વને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન ( CM Bhupendra Patel)દર વર્ષે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી કરે છે.

મુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી

મુખ્યપ્રધાને શૂટિંગ, શર્ટિંગ અને કોટી ખરીદી

મીડિયા સાથે વાત કરતા યશ ખાદી શો રૂમના વેપારી સંજય શાહે જણાવ્યું હતું કે, "ભુપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી એટલે કે જ્યારથી તેઓ ઔડાના ચેરમેન હતા, એ બાદ 3 વર્ષથી તેઓ ધારાસભ્ય છે, ત્યારથી તેઓ અહીંથી ખાદી ખરીદે છે. આજે પણ તેમણે શૂટિંગ, શર્ટિંગ અને કોટી ખરીદી હતી. મહત્વનું છે કે, આજે શનિવારે ભુપેન્દ્ર પટેલે અહીંથી 2500 રૂપિયાની કોટી ખરીદી હતી.

cm bhupendra patel bought khadi
મુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી

આપણું ખાદી ઉત્પાદન કેટલું ?

હાલમાં 50 હજાર લોકો ખાદીથી આવક મેળવતા હોવાનો અંદાજ છે. વર્ષ 2016ના આંકડાઓ ઉપર નજર નાખીએ તો સમગ્ર દેશમાં ખાદી અને ગ્રામોઉદ્યોગ આયોગ દ્વારા પોષિત અને સહાયતા મેળવતા હોય તેવા કુલ 3 લાખ 91 હજાર 344 ઉદ્યોગ કાર્યરત છે. ભારતમાં લોકો સૌથી વધુ રોજગારી કાપડ ઉદ્યોગમાંથી જ પ્રાપ્ત થાય છે. આઝાદી પહેલા ખાદીનો ઘણુ મહત્વ હતું, પરંતુ આજે તેના ઉત્પાદનમાં જેટલી પ્રગતિ નોંધાવવી જોઈતી હતી તેટલી નોંધાઈ નથી.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.