- રાજ્યમાં ધોરણ 9 થી 11ની સ્કૂલ શરૂ
- સ્કૂલોએ વિદ્યાર્થી પાસેથી સંમતી પત્રક મેળવીને પ્રવેશ આપ્યો
- સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું સેનીટાઈઝર અને થર્મલ ગનથી સ્વાગત કરાયું
અમદાવાદ : આજ( 26 જુલાઈ)થી ધોરણ 9 થી 11ની ઓફલાઈન સ્કૂલ શરૂ થઈ છે. શહેરના રાણીપમાં આવેલી ગીતા સ્કૂલ પણ ઓફલાઈન સ્કૂલ શરૂ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલે પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ સ્કૂલ શરૂ થતી હોવાને કારણે વિદ્યાર્થીઓ લાંબા સમય બાદ મિત્રોને મળ્યા છે જેથી તેની પણ ખુશી છે.શિક્ષકોને પણ લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને રૂબરૂમાં ભણાવવા મળતા આનંદ છે.સ્કૂલમાં સોશીયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરાવવા આવ્યું છે.સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિશેશ રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એક સાથે ભેગા ના થાય.આજે પ્રથમ દિવસ હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલ ચાલુ જ રહેશે.
ઓડ-ઈવનની પદ્ધતી
ગીતા સ્કૂલના આચાર્ય પ્રવીણ નાઈએ જણાવ્યું હતું કે ધોરણ 9 ના 11ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે.આજથી સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અભ્યાસમાં કઈ મુશ્કેલી ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે ઓડ ઈવન સિસ્ટમ રાખી છે જેમાં 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં સોમ,બુધ, શુક્ર તથા 9 અને 11 ના વર્ગ મંગળ,ગુરુ અને શનિ ચાલુ રહેશે.પ્રથમ દિવસ હોવા છતાં 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિ પત્ર મેળવવામાં આવ્યા છે.આજે પણ વિદ્યાર્થીઓને હાથ સેનીટાઈઝ અને થર્મલ ગન થી સ્ક્રીનીંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો.
વરસાદ હોવા છતા વિદ્યાર્થી પહોચ્યા
આજે પ્રથમ દિવસ અને વરસાદ હોવા છત્તા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઓનલાઇન કરતા ઓફલાઇન અભ્યાસમાં વધારે મજા આવે છે. તેમાં અમે એક બીજાની મદદ પણ લાઇ શકીએ છીએ.