ETV Bharat / city

કોરોનાથી બચવા સિવિલ હોસ્પિટલે બનાવી સેનેટાઈઝરની ટનલ - ETVBharatGujarat

કોરોનાના ફેલાવાને અટકાવવા માટે તમામ સ્તરે જેટલો બચાવ થઈ શકે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં સેનેટાઈઝર ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થઈને જ દરેકને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કોરોનાથી બચવા સિવિલ હોસ્પિટલે બનાવી સેનિટાઈઝરની ટનલ

author img

By

Published : Mar 31, 2020, 8:31 PM IST

અમદાવાદ: અમદાવાદ સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોરોનાથી બચવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કિડની હોસ્પિટલના મુખ્ય દરવાજા પર અનોખી કિડની ટનલ બનાવાઈ છે. કિડની હોસ્પિટલમાં પ્રવેશતાં પહેલાં અહીં આવનાર દરેક વ્યક્તિએ પહેલા ટનલમાંથી પસાર થવાનું રહેશે. હોસ્પિટલના સંકુલમાં સેનિટાઈઝ ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થતાં વ્યક્તિ પર સેનિટાઈઝ મિસ્ટ સ્પ્રેનો છંટકાવ કરાવામાં આવે છે. કિડની હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સગા, ઓફિસ સ્ટાફ, ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ વગેરેને આ ટનલમાંથી જ પસાર થઈને જવાનું હોય છે.

કોરોનાથી બચવા સિવિલ હોસ્પિટલે બનાવી સેનેટાઈઝરની ટનલ

ટનલમાં પ્રવેશતાં સિક્યુરિટી ગાર્ડ તમને સેનિટાઈઝર આપે છે, પછી અંદર મોકલે છે. જ્યાં એક પાઇપની મદદથી ટનલમાં સેનેટાઇઝર સ્પ્રે કરવામાં આવે છે. વાઇરસથી બચવા કિડની હોસ્પિટલે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ ટનલમાં સેનેટાઇઝરનો ખાસ પ્રકારના સ્પ્રે માણસો પર થાય છે. 30 સેકન્ડ સુધી માણસો પર સેનેટાઇઝરના છંટકાવ બાદ જ વ્યક્તિ કિડની હોસ્પિટલમાં પ્રવેશ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોરોનાનો ચેપ અંદર રહેલા કિડનીની સારવાર લઈ રહેલા દર્દીઓને લાગે તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. આવામાં કિડની હોસ્પિટલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.