ETV Bharat / city

જે હોટલ રૂમમાં બોયફ્રેન્ડ પ્રેમિકાને લઈને ગયો હતો, તે જ હોટલ રૂમમાં બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે ઝડપાયો - boyfriend caught red handed by his girlfriend with another woman

મણિનગરમાં લગ્નની લાલચે યુવતીઓને ફસાવીને તેમની સાથે શારિરિક સંબંધ બાંધતા યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રેમિકાએ આ અંગે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે હોટલ રૂમમાં બોયફ્રેન્ડ પ્રેમિકાને લઈને ગયો હતો, તે જ હોટલ રૂમમાં બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે ઝડપાયો

author img

By

Published : May 24, 2021, 10:32 PM IST

  • એક જ હોટલરૂમમાં બે અલગ અલગ પ્રેમિકાઓ સાથે ગયો હતો યુવાન
  • પ્રેમિકાએ બોયફ્રેન્ડને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યો
  • માદક દ્રવ્યોનું સેવન કરીને માણી રહ્યો હતો રંગરેલિયા

અમદાવાદ: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ વર્ષ 2017માં વડોદરાની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા ફજલે તેને લગ્નનો વાયદો આપ્યો હતો. જ્યારબાદ તેઓ સમયાંતરે અલગ અલગ હોટલમાં જઈને શારિરીક સંબંધ બાંધતો હતો. જોકે, વડોદરાની યુવતીને ફજલ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો હોવાની શંકા જતા તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

જે હોટલ રૂમમાં બોયફ્રેન્ડ પ્રેમિકાને લઈને ગયો હતો, તે જ હોટલ રૂમમાં બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે ઝડપાયો

વીડિયો કૉલ કરતા ભાંડો ફૂટ્યો

યુવતી ગત 15 મે ના રોજ વડોદરાથી ફજલને મળવા માટે અમદાવાદ ગઈ હતી. જ્યાં તેઓ એક હોટલ રૂમમાં રોકાયા હતા. રાત્રિ દરમિયાન ફજલ વૉશરૂમમાં જતા યુવતીએ તેનો ફોન ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવતીઓ સાથેના બિભત્સ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. જ્યારબાદ થોડા દિવસો બાદ તેણીએ ફજલને વીડિયો કૉલ કરતા તે બન્ને જે હોટલમાં રોકાયા હતા, ફજલ ત્યાં જ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતી તાત્કાલિક વડોદરાથી અમદાવાદ દોડી ગઈ હતી. જ્યારબાદ તેણે ફજલને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી મદદ પણ કરતી હતી

યુવતીએ આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ફજલ પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તે ધોરણ 7 સુધી ભણેલો હોવાનું અને સિલાઈ કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેને મદદ પણ કરતી હોવાનું સામે આવ્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.