ETV Bharat / city

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ઝડપાયા - રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી

રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે પરંતુ કોરોનાના ઈલાજમાં વપરાતા રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી ક્યારે અટકશે તે એક પ્રશ્ન છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇન્જેક્શનની કાળા બજારી કરતાં વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ઝડપાયા

author img

By

Published : May 11, 2021, 9:48 PM IST

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા વધુ બે શખ્સોને ઝડપાયા
  • ઇન્જેક્શન 11 હજારમાં લઈને 18 હજાર રૂપિયામાં વેચતા હતા
  • પોલીસે બાતમીના આધારે બન્ને આરોપીઓને AEC પાસેથી ઝડપી પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાથી તેની કાળાબજારી બેફામ થતી હતી. જેમાં અત્યારસુધી 100 જેટલા લોકોની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં AEC ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીઓને 12 ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે આરોપીઓ કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછતનો લાભ લઇ 11 હજારના ભાવે ખરીદી 18 હજારના ભાવે વેચતા હતા.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં બે શખ્સોની ઝડપાયા

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજાર કરતી મહિલાની ધરપકડ

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે જીગર ઉર્ફે સની પારેખ અને અશોક દરજી નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કોની પાસેથી ઈન્જેક્શન લાવતા હતા અને અત્યારસુધી કેટલા ઈન્જેકશન વેચ્યા તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચોઃ ઇંદોરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારીમાં ગુજરાતનું કનેક્શન, 6ની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.