- ડોકટર, વકીલ, મહિલાઓ, દિવ્યાંગ વગરે વિશિષ્ટ વ્યકતીઓ પેજ કમિટીના સભ્યો
- અગ્રણી નેતાઓ પેજ કમિટીના અધ્યક્ષ બન્યા
- પેજ કમિટીના સભ્યો સરકારી યોજનાઓને લોકો સુધી સુગમ બનાવે
- પેજ કમીટી ફક્ત ચૂંટણીઓ પૂરતી કાર્ય કરવા માટે નથી
અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પેજ કમિટીનો લાભ ભાજપને વિધાનસભાની 08 બેઠકોની પેટા ચૂંટણીમાં મળ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ તેનો લાભ મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વગેરે નેતાઓ પેજ કમિટીના અધ્યક્ષ બન્યા છે. આ પેજ કમિટીના સભ્યો સરકારી યોજનાઓને લોકો સમક્ષ સુગમ્ય બનાવે તેવી અપેક્ષા છે. પેજ કમિટીથી જ આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિજય થશે.
ભાજપના ચૂંટણી થીમ સોંગને સારો પ્રતિસાદ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીનું કાર્ય ફક્ત ચૂંટણી પૂરતું મર્યાદિત નહીં હોવાનું કહ્યું હતું. તો સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, આ પેજ કમિટીઓમાં જુદા-જુદા ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 'થીમ સોંગ' લોન્ચ કર્યું હતું. તેને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ સી. આર. પાટીલે ભાજપના સોશિયલ મીડિયા વિભાગને પણ અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.