અમદાવાદ : સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના (Amit Shah Adopted Village) લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના કલોલ તાલુકામાંથી બિલેશ્વરપુરા ગામ 2020-21 માં દત્તક લીધું હતું. બે વર્ષના સમયગાળામાં આ ગામની કાયાપલટ થઇ ચૂકી છે. સમગ્ર દેશમાં આદર્શ (Adarsh Gram Yojana) ગામ તરીકે તેનો પ્રથમ નંબરે આવ્યું છે.
શા માટે મળ્યો પ્રથમ નંબર -આદર્શ ગ્રામના પેરામીટર્સ પર ખરૂ ઉતરે તેવી આ ગામમાં સુવિધાઓ છે. આ ગામમાં ત્રણ હજારની વસ્તી છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર આ ગામ આવેલું છે. ગામમાં બધી જાતિના લોકો સંપીને રહે છે. કેન્દ્રીય ગૃહપ્રધાનનું દત્તક લીધેલું ગામ હોવાથી રાજ્ય અને (Adarsh Gram in Gujarat) કેન્દ્ર સરકારની 100 ટકા યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચે છે. અધિકારીઓનું સીધું માર્ગદર્શન પંચાયતને મળે છે.
આ પણ વાંચો : ગાંધીનગરઃ પેથાપુર, નારદીપુર અને રૂપાલને જોડતા રોડ 10.96 કરોડ રૂપિયાના ખર્ચે પહોળો કરાશે
ગામમાં સુવિધાઓ - બિલેશ્વરપુરા ગામમાં ઇ-ગ્રામ સેન્ટર આવેલું છે. પાકા રસ્તાઓ આવેલા છે. સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા છે. ઘેર-ઘેરથી કચરો એકત્રીત કરાય છે. કચરાને તેના જુથ પ્રમાણે ભીના અને સૂકા કચરામાં વહેંચાય છે ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે. દરેક ઘરમાં શૌચાલય અને ગટર વ્યવસ્થા છે. ગામમાં ગંદકી જોવા મળતી નથી. બાળકો માટે સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ લાઇબ્રેરી આવેલ છે. ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. મહિલાઓ માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ સખી મંડળની રચના કરવામાં આવી છે. નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. પાલતુ પ્રાણીઓ માટે પણ પીવાના પાણીના કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના 5 ગામોની 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' હેઠળ પસંદગી
આ કામ 100 ટકા - ગ્રામજનો પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત છે. અહીં મિયાવાકી પદ્ધતિથી ગુલમહોર, જાંબુ, નીલગીરી, જામફળ અને લીમડો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. દાતાઓ અને સી.એસ.આર એક્ટિવિટીથી કમ્પ્યુટર લેબ અને સુંદર પંખી ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ, પાણી, શૌચાલય, સેવેજ અને વિદ્યુતીકરણની (Adarsh Gram Facility) સુવિધા 100 ટકા જોવા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન પોતાના મત વિસ્તારમાં જાતે એક્ટિવ - અમિત શાહ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકેની મોટી જવાબદારી છે. આમ છતાં જે વિસ્તારની પ્રજાએ તેમને ચૂંટીને લોકસભામાં મોકલ્યા છે. તેનું ઋણ ચૂકવવાનું તેઓ ભૂલતા નથી. પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારની તેઓ અવારનવાર મુલાકાત લે છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ તેઓ ધ્યાન રાખે છે. આ વિસ્તારમાં સતત વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેમના દ્વારા થતું રહે છે.