ETV Bharat / city

શિવ શંકરને વધુ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની 9ઓગસ્ટથી શરૂઆત

શ્રાવણ માસ એટલે કે હિન્દુ ધર્મમાં શિવ ભક્તો માટે મોટો પર્વ, ત્યારે હાલ 9 ઓગસ્ટના સોમવારથી શ્રાવણ(Shravan) મહિનાની શરૂઆત થશે અને 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્તો શિવની પૂજા કરતા હોય છે. શ્રાવણ મહિનો શિવ ભગવાનને અતિપ્રિય છે. શિવ ભગવાનને પણ સૌથી પ્રિય છે માસ. આ માસ દરમિયાન 5 વાર સોમવાર આવે છે. અહીં પાંચ સોમવારનો મહિમા ગણાવવામાં આવ્યો છે.

9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
author img

By

Published : Aug 3, 2021, 4:24 PM IST

  • શ્રાવણ મહિનો 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી
  • શ્રાવણ માહિનામાં આ વખતે પાંચ સોમવાર
  • આ માહિનામાં થયું હતુ શિવ અને શક્તિનું મિલન

અમદાવાદ: હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ(Shravan) મહિનો 9 ઓગસ્ટ સોમવારથી શરૂ થાય છે. આ શ્રાવણ મહિનો 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનામાં શિવભક્ત શિવ ભગવાનની પૂજા કરતા હોય છે. આ શ્રાવણ મહિનામાં સોમવતી અમાસ આવે છે. તે ઉપરાંત શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને જળ અને બીલીપત્ર અર્પણ કરવાનું પણ મહત્વ હોય છે.

9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત

આ પણ વાંચો- જાણો કોરોનાની મહામારી દરમિયાન સોમનાથમાં કેવો રહ્યો શ્રાવણ...

શ્રાવણ માસ શિવ શંકરને વધુ પ્રિય

જ્યોતિષાચાર્ય ડો.હેમીલ લાઠીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, આ શ્રાવણ(Shravan) મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેમાં બે સુદ પક્ષમાં અને ત્રણ વદ પક્ષમાં આવશે. સ્કંદપુરાણમાં ભગવાન શિવ કહે છે કે, મારી પ્રિય (સતી) જ્યારે તેમના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહને હોમી દે છે. તે બાદ જ્યારે તે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે ફરી જન્મ લે છે અને તેમની તપસ્યા દ્વારા મને શ્રાવણ મહિનામા તે પ્રાપ્ત થાય છે. આમ શિવ અને શક્તિનું શ્રાવણ મહિનામાં પુનઃ મિલન થયું હોવાથી તે શિવને અત્યંત પ્રિય છે.

સ્વાર્થ અને મોહ છોડીને મહાદેવની આરાધના કરવી

સ્કંદપુરણમાં ભગવાન શિવ સનતકુમારને શ્રાવણ (Shravan) મહિના અંગે કહે છે કે, જે ભક્તો આ માસ દરમિયાન નીતિમત્તા અને સંયમિત જીવન જીવે છે, ઉપવાસ કરી કે સંધ્યા સમયે એક વખત ભોજન કરી, મોહ, માયા, સ્વાર્થ, કપટ, કટુવાણી જેવા દુષણનો ત્યાગ કરી મારી કોઈપણ પ્રકારની ભક્તિ જેવી કે મંત્રજાપ, અભિષેક, વિશેષ પૂજન કરે છે, તેમને અનંતફળની પ્રાપ્તિ થાય છે.

શિવપૂજાનો શ્રેષ્ઠ સમય

શ્રાવણ મહિનો જ્યોતિષશાસ્ત્રમાં દોષ દૂર કરવા તેમજ તંત્ર-યંત્રની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય છે. ભગવાન શંકરની પૂજા વિશેષ ફળદાયી છે. તેનાથી વિટંબણા અને રોગ દૂર થાય છે. શ્રાવણ(Shravan) મહિનામાં ભગવાન શંકરને જળ અને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. રુદ્રાક્ષ શિવ શંકરને અતિ પ્રિય હોવાથી તેને સિદ્ધ કરીને ધારણ કરવું જોઈએ.

આ પણ વાંચો- ભવનાથ તળેટીના સોમનાથ મહાદેવને સવા લાખ બિલીપત્રનો અભિષેક, જુઓ વીડિયો...

શ્રાવણ મહિનો અને સોમવતી અમાસ

આ શ્રાવણ(Shravan) મહિનામાં સોમવતી અમાસ આવે છે. જેની પણ વિશિષ્ટ કથા અને મહિમા છે. પંચાગ જોઈને સોમવતી અમાસ નક્કી થાય છે. આ સમયે ભગવાન શંકરનું નામ અને મંત્ર જાપ કરવો જોઈએ. તેમના નામના જાપથી જીવ ઉદ્ધાર, પાપનાશ અને કલ્યાણ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.