- પ્રવાસીઓની મૂવમેન્ટને વ્યવસ્થિત કરવા માટે અલગ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ
- ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે દ્વારા પેટ્રોલિંગ તથા પૂરતા સ્ટાફની જમાવટ
- પ્લેટફોર્મ અને સ્ટેશનમાં કોવિડ પ્રોટોકોલને અનુસરવા પ્રવાસીઓ માટે અનાઉન્સમેન્ટ અને બેનર્સ દ્વારા ઝુંબેશ
અમદાવાદ : કોરોના માર્ગદર્શિકાને અનુસરવા રેલવે વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ સ્ટેશન પર પ્રવાસીઓની અવરજવર સુવ્યવસ્થિત કરવા માટે પ્લેટફોર્મ પર પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. પ્લેટફોર્મ પર પ્રવાસીઓના કોરોના પરીક્ષણ માટે થર્મલ ચેકિંગની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોવિડ પરીક્ષણ મથક બનાવવામાં આવ્યું છે. જ્યાં નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે, RPF અને GRP ચેકિંગ સ્ટાફ દ્વારા પૂરો સહયોગ મળી રહ્યો છે અને પ્રવાસીઓની ટિકિટ ચેકિંગ સાથે નેગેટિવ રિપોર્ટ પણ તપાસવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - અત્યાર સુધી પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
રેલવે સ્ટેશનમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલાશે
ભીડ નિયંત્રણ માટે પણ અનેક પગલા લેવામાં આવ્યા છે અને પ્લેટફોર્મ પર કોઈ ભીડ ન થાય તે માટે 24X7 કાલુપુર રેલવે સ્ટેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલિંગ પણ RPF અને રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રવાલીઓને તેમના હિતમાં રાખીને પ્રવાસ દરમિયાન માસ્ક પહેંરવાની અને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. RPF અને GRPના સંયુક્ત કામગીરીમાં તમામ પ્રવાસીઓ દ્વારા ફેસ માસ્ક, ફેસ કવરની ખાતરી કરવા માટે (રેલવે સ્ટેશનમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) ભારતીય રેલવે અધિનિયમ 2012 હેઠળ અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓને 15400/- દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો - પશ્ચિમ રેલવેમાં યાત્રી સુવિધા અને રેલવેના પ્રદર્શન સુધારા માટે પગલાં લેવાયા
કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવા રેલવેની અપીલ
રેલવે સ્ટેશન્સ પર કોવિડ પ્રોટોકોલનું પાલન થાય તે માટે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમની સાથે ડિજિટલ સ્ક્રિન દ્વારા પણ ઘોષણા કરવામાં આવી રહી છે. તે જ રીતે કોવિડ પ્રોટોકોલથી સંબંધિત એક વ્યાપક જાગૃતિ અભિયાન પણ સોશિયલ મીડિયા માધ્યમો જેવા કે ટ્વિટર વગેરે પ્લેટફોર્મ પર આકર્ષક ઇન્ફોગ્રાફિક, વેબ કાર્ડ્સ, ઇ-પોસ્ટર્સ અને વીડિયોઝ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - પશ્ચિમ રેલવે માસ્ક ન પહેરનારા પ્રવાસી પાસેથી 500 રૂપિયા દંડ વસૂલશે
પ્રવાસીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્કની શરૂઆત
RPF દ્વારા અમદાવાદ સ્ટેશનના (કાલુપુર સાઈડ) કોનકર્સ હોલ ખાતે "હેલ્પ ડેસ્ક" શરૂ કરવામાં આવ્યો છે, જે 24X7 કાર્યરત છે. પશ્ચિમ રેલવે તેના તમામ પ્રવાસીઓને પ્રવાસ કરતી વખતે સામાજિક અંતર અને માસ્ક પહેંરવાના કોવિડ -19 માપદંડો, પ્રોટોકોલ અને SOPSનું પાલન કરવા અનુરોધ કરે છે, તેમજ પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અફવાઓ, ખોટી પોસ્ટ પર વિશ્વાસ ન કરવા અપીલ પણ કરવામાં આવી રહી છે. જો જરૂરી હોય તો હેલ્પ ડેસ્કની મદદ લેવા માટે જણાવામાં આવ્યું છે.