અમદાવાદ: ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સલમાન પઠાણ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તે રાતના પોણા બે વાગ્યાના અરસામાં પોતાની શાકની લારી પાસે જમાલપુરમાં શાક માર્કેટમાં બેઠો હતો ત્યારે અચાનક 2 શખ્સ પાછળથી પાઇપ લઈને આવ્યાં હતાં અને યુવકના માથા તથા શરીર પર મારી હતી. જે દરમિયાન યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયાં છે.
અજાણ્યા શખ્સોએ પાઇપ મારતાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજેે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હિંસાખોરીની માનસિકતા કેટલી વ્યાપક બની ગઇ છે તેનો પ્રત્યક્ષ દાખલો અમદાવાદ શહેરમાં બનેલી આ ઘટનામાં સામે આવી છે. અચાનક મોટા હુમલાનો શિકાર બની જવાની ભીતિ વચ્ચે અમદાવાદીઓ પોલીસ અસામાજિક તત્વોને નામશેશ કરે તેવી આશા સૌ કોઇને છે.