- સુરતની પીડિતા સાથે દુષ્કર્મ કેસના આરોપી આસારામને કોરોના પોઝિટિવ
- ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી 45 દિવસના જામીન મેળવવા અરજી
- શું કહે છે આસારામના એડવોકેટ પાર્થિવ ભટ્ટ?
અમદાવાદઃ હાઇકોર્ટમાં આસારામ વતી જામીન અરજી કરનારા એડવોકેટ પાર્થિવ ભટ્ટે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આસારામ હાલ જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આસારામ 50 વર્ષથી આયુર્વેદિક દવા જ લે છે
આસારામ હાર્ટ એટેકથી પીડાય છે. હાલ જો તેમને રેમડેસીવીર આપવામાં આવે તો તેમને ક્લોટ થઈ શકે. તેમનું શરીર આયુર્વેદિક દવા લેવા ટેવાયેલું હોવાથી એલોપેથી દવા તેમને સુટ કરતી નથી. આસારામ 50 વર્ષથી આયુર્વેદિક દવા જ લે છે.
આ પણ વાંચોઃ જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ
આસારામને હોમ ક્વોરન્ટાઇન કરી ઉપચાર કરવા દો
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, તેમને આયુર્વેદિક દવા આપો અને ડોક્ટરની પણ નિમણૂક કરી છે. બીજી તરફ અમે માગણી કરી છે કે, તેમને હોમ ક્વોરન્ટાઇન કરીને તેમનો ઉપચાર પણ કરવા દો. તેથી અમે 45 દિવસની જામીન માટે અરજી કરી છે
આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત આસારામને જામીન અરજી સંદર્ભે રાહ જોવી પડશે, હાલમાં રહેશે હોસ્પિટલમાં
25મેના રોજ થશે સુનવણી
નામદાર કોર્ટમાં થયેલી અરજી બાદ કોર્ટ 25મેના રોજ આ મુદ્દે સુનવણી કરશે. મહત્વનું છે કે, સુરતમાં દુષ્કર્મ આચરવાના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામને 10 દિવસ પહેલા કોરોના થયો હતો. જેલમાં જ તેમની સારવાર ચાલતી હતી, પરંતુ તબિયત વધુ લથડતા જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કર્યા છે.