ETV Bharat / city

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ધમધમશે, કલાકારોએ 12 કલાક અખંડ જાપ સાથે સરસ્વતીની કરી પ્રાર્થના

ગુજરાતી ફિલ્મ, નાટક, સંગીત, હાસ્ય, નૃત્ય સાથે જોડાયેલા કલાકારો અને કસબીઓ હાલ કપરી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે, ત્યારે રાજ્યના ખૂણે ખૂણેથી જાણીતા કલા સંગઠનો દ્વારા ઇન્ડસ્ટ્રી ધમધમતી થાય અને રાબેતા મુજબ કલાકારોને કામ મળતું થાય તેવા ઉદ્દેશ્યથી સતત 12 કલાક "મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ"નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થાય તે માટે કલાકારોએ સતત 12 કલાક અખંડ જાપ કરી મા સરસ્વતીને કરી પ્રાર્થના

author img

By

Published : Sep 9, 2020, 2:27 PM IST

અમદાવાદ: ગુજરાતના જાણીતા કલા સંગઠનો સંગીત કલાકાર સંગઠન, ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટી, ઓલ મ્યુઝિક આર્ટીસ્ટ ફાઉન્ડેશન, મ્યુઝિક આર્ટીસ્ટ રીક્રિએશન ક્લબ, ગુજરાતી ફિલ્મ ટેલીવિઝન એન્ડ ઇવેન્ટ એસોસીએશન, સાઉન્ડ & સ્ટેજ લાઇટ્સ ઓનર એસોસિએશન રાજકોટ, સ્વરમ ફાઉન્ડેશન: પાટણ, મ્યુઝીક એલાઇન્સ એસોસિએશન: જામનગર, ડાઇવર્સિટી કલ્ચરલ એસોસિએશન: ઇન્ડીયા - કેનેડા અને મહેસાણા સાઉન્ડ એસોસિએશન દ્વારા સોમવારે સતત 12 કલાક સુધી "મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ" નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થાય તે માટે કલાકારોએ સતત 12 કલાક અખંડ જાપ કરી મા સરસ્વતીને કરી પ્રાર્થના

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં અનેક ફિલ્મોના શૂટિંગ રદ થતા કલાકારોની રોજીરોટીને ભારે નુકસાન પહોંચ્યુ છે. હાલ પરિસ્થિતી ધીમે ધીમે થાળે પડી રહી છે તેવામાં કલાકારો અને કસબીઓ માનસિક રીતે અસ્વસ્થ ન થાય, સૌનું મનોબળ મજબૂત થાય, સરકાર સુધી પણ કલાકારોનો આ હકારાત્મક અભિગમ પહોંચે અને મા સરસ્વતીના આશીર્વાદને પગલે ફિલ્મ, નાટક, સંગીત, હાસ્ય, નૃત્ય સાથે જોડાયેલા ગુજરાતના તમામ કલાકારોને ફરી કામ મળતું થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમમાં સવારો 9થી રાત્રે 9 એમ 12 કલાક સુધી અવિરત 72 જેટલા જાણીતા ગાયક કલાકારો, અને 48 જેટલા વાદ્યકારો દ્વારા સરસ્વતી મહામંત્રના જાપ દ્વારા અલૌકિક સ્વરો રેલાવવામાં આવ્યા હતા.

અમદાવાદના ખાનપુર સ્થિત ભવન્સ કોલેજના ગીતા હોલમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ તિહાઇ ટોક, સંગીત કલાકાર સંગઠન, ઓલ મ્યુઝીક આર્ટીસ્ટ ફાઉન્ડેશનના ફેસબુક પેજ પરથી કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.