ETV Bharat / city

હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા લોકોની ધરપકડ

નરોડા પોલીસે વધુ એક વખત હોટેલમાં ચાલતા દેહવ્યાપાર ઝડપવામાં સફળતા મળી છે. નરોડા વિસ્તારમાં આવેલા ગેલેક્ષી એવન્યુ કોમ્પલેક્ષમાં એક હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે હોટેલ રોયલ એપલમાં રેડ કરી હતી અને હોટેલ સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હોટેલ માલિક, છોકરીઓને લાવનારા દલાલ અને સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ

author img

By

Published : Apr 11, 2021, 8:36 PM IST

  • હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરનારા ચાર લોકોની ધરપકડ
  • આર્થિક ફાયદા માટે બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપરમાં ધકેલાતી
  • હોટેલ માલિક, છોકરીઓને લાવનારા દલાલ અને સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ

અમદવાદ: નરોડા પોલીસે વધુ એક વખત હોટેલમાં ચાલતા દેહવ્યાપાર ઝડપવામાં સફળતા મળી છે. ચારે આરોપીઓ કે જે પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓને બોલાવી હોટલની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા રંગે હાથે ઝડપાયા છે. પોલીસે હોટેલ માલિક, છોકરીઓને લાવનારા દલાલ અને સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી હોટેલમાંથી 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરનારા ચાર લોકોની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટઃ વીરપુરની સાગર હોટલમાં ASP રેડ, કુટણખાનું ઝડપાયું

300થી લઈને 500 રુપિયા કમિશન લઈને દેહવ્યાપાર ચલાવતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એક કસ્ટમર પર 300થી લઈને 500 રુપિયા જેટલું કમિશન લઈને દેહવ્યાપાર ચલાવતા હતા. એટલું જ નહી આરોપીઓ માત્ર અમદાવાદથી નહીં, પરંતુ બહારથી છોકરીઓ બોલાવીને આ ધંધો ચલાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ધણા વર્ષોથી આ ધંધો ચલાવી રહ્યા હોવાનું માની રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી

સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું હતું

પોલીસ પુછપરછ બાદ તથ્યો સામે આવશે કે, આરોપીઓ બીજે ક્યાંય આ પ્રકારનો ગોરખધંધો ચલાવે છે કે કેમ? ઉલ્લેખનીય છે કે, નરોડા પોલીસે અગાઉ થોડાક દિવસ પહેલા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું હતું. તો જોવું એ રહ્યું કે શું પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી સમગ્ર અમદાવાદમાં ચાલતા આવા ગોરખધંધા બંધ થશે કે કેમ તે તો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.