ETV Bharat / city

CA ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર! અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત આટલા ટકા ! - ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા

ICAI મે માસમાં CA ઇન્ટરમિડીયેટ પરીક્ષા (CA Intermediate Exam) લેવાઈ હતી. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત 4.2 ટકા આવ્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ (CA Intermediate Exam Result) 5.46 ટકા આવ્યું છે. ત્યારે આ તકે અમદાવાદમાં સારા રેન્ક લેનાર વિદ્યાર્થીઓએ શું કહ્યું જૂઓ.

CA ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર! અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત આટલા ટકા !

author img

By

Published : Jul 22, 2022, 11:37 AM IST

અમદાવાદ : ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA ઈન્ટરમીડીયેટ મે 2022ની પરીક્ષાનું (CA Intermediate Exam) પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડીયેટ પરીક્ષા મે 2022 માં લેવામાં આવી હતી આ પરીક્ષાનું આજે પરિણામ 21 જુલાઈના રોજ પરિણામ જાહેર થવા પામ્યું છે. પરીક્ષાર્થીઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ (CA Intermediate Exam Result) પરથી પરિણામ જોઇ શકશે. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 4.2 ટકા આવ્યું છે, જ્યારે સમગ્ર દેશનું પરિણામ 5.46 ટકા આવ્યું છે.

CA ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર! અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત આટલા ટકા !

622 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી - CA ફાઇનલ મે 2022નું પરિણામ 15 જુલાઈ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ICAIના અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન બિશન શાહે જણાવ્યું કે, અમદાવાદમાંથી કુલ 622 વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ માટે પરીક્ષા આપી હતી. જેમાંથી 25 વિદ્યાર્થીઓ (CA Intermediate Exam result in Ahmedabad) બંને ગ્રુપમાં પાસ થયા હતા. ગ્રુપ એકમાં 1244 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 10.93 ટકા છે. જ્યારે ગ્રુપ બેમાં 1268 વિદ્યાર્થીઓમાંથી 197 વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 15.44 ટકા છે.

વિદ્યાર્થીઓએ
વિદ્યાર્થીઓએ

આ પણ વાંચો : સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી: CA ફાઇનલ દેશમાં પ્રથમ સુરતની રાધિકા બેરીવાળાનો ખાસ મંત્ર

શું કહ્યું વિદ્યાર્થીઓએ - ઓલ ઇન્ડિયામાં 15મું સ્થાન લેનાર વિદ્યાર્થી પાર્થ શાહે જણાવ્યું હતું કે, જે રીતે મહેનત કરી હતી તે પ્રમાણે પરિણામ મળ્યું છે. મમ્મી પપ્પાનો સપોર્ટ ખૂબ જ હતો. ત્યારે આગળ હવે જોબ કરીશ અને મને પણ એક સબ્જેક્ટમાં પેપર અઘરું લાગ્યું હતું. વર્ચ્યુઅલ કલાસીસની મદદથી આજે દેશમાં 15મો રેન્ક મેળવ્યો છે. પ્રિયલ જૈને ઓલ ઇન્ડિયામાં 41મો ક્રમાંક મેળવ્યો છે ત્યારે તેને કહ્યું કે, હું રોજની આઠથી દસ કલાક વાંચન કરતી હતી તેમજ ટ્યુશન ક્લાસમાં અને કોલેજમાં જે ભણાવતા હતા. તેમાં સંપૂર્ણ ધ્યાન આપતી હતી, ત્યારે મમ્મી પપ્પાનું સપનું આજે સાકાર કર્યું છે.

આ પણ વાંચો : 2682 વિદ્યાર્થીઓ CA ફાઇનલ ક્લિયર કરવામાં સફળ

"વિદ્યાર્થીઓની મહેનત ઓછી" - ICAIના અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન બિશન શાહે વધુમાં જણાવ્યું કે, ICAI અમદાવાદ બિશન શાહ ચેરપર્સન ગયા ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પાંચ ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું છે. ત્યારે અમદાવાદ ચેપ્ટરનું ગયા વર્ષ કરતા 8.77 ટકા (CA Intermediate Exam 2022) પરિણામ ઘટ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓની મહેનત ઓછી હોય તેની પાછળ પરિણામ ઓછું આવ્યું તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.